શોધખોળ કરો
Advertisement
Forbes List: અક્ષય કુમાર બન્યો સૌથી વધુ કમાણી કરતો બૉલીવુડ એક્ટર, જાણો કેટલુ કમાય છે એક વર્ષમાં
અક્ષય કુમાર વર્ષ 2020ના ટૉપ 10 દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની યાદીમાં પોતાની કમાણી 48.5 મિલિયન ડૉલરની સાથે સામેલ થનારો એકમાત્ર ભારતીય સ્ટાર છે. આ લિસ્ટમાં અક્ષય કુમાર છઠ્ઠા નંબર પર છે
નવી દિલ્હીઃ ફૉર્બ્સ મેગેઝિને આ વર્ષ એટલે 2020ના સૌથી મોંઘા એક્ટરનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે, The Highest-Paid Actors Of 2020ના લિસ્ટમાં બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે બાજી મારી લીધી છે. અક્ષય કુમાર વર્ષ 2020ના ટૉપ 10 દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની યાદીમાં પોતાની કમાણી 48.5 મિલિયન ડૉલરની સાથે સામેલ થનારો એકમાત્ર ભારતીય સ્ટાર છે. આ લિસ્ટમાં અક્ષય કુમાર છઠ્ઠા નંબર પર છે.
ટૉપ-10માં બીજો કોઇ ભારતીય એક્ટર સામેલ નથી. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર મોટા ભાગની આવકનો ભાગ પ્રૉડક્ટ અને બ્રાન્ડની જાહેરાતોમાંથી આવે છે. આ યાદી 1 જૂન, 2019 અને 1 જૂન, 2020ની વચ્ચેની કમાણીને ધ્યાનમા રાખીને જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં બીજા નંબર પર રેસલર સ્ટાર ડ્વેન જૉનસને ટૉપ કર્યુ છે, જેની કુલ કમાણી 87.5 મિલિયન ડૉલર છે. જૉનસનને તેના રિંગ નામ ધ રૉકથી પણ ઓળખવામાં આવે છે.
અહીં જુઓ 2020ના લિસ્ટમાં ટૉપ 6 સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓ...
1. ડ્વેન જૉનસન
2. રેયન રેનૉલ્ડ્સ
3. માર્ક વાહલબર્ગ
4. બેન અફ્લેક
5. વિન ડિજલ
6. અક્ષય કુમાર
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અક્ષય કુમાર કેટલીયવાર આ લિસ્ટમાં પોતાનુ નામ નોંધાવી ચૂક્યો છે. ફૉર્બ્સ અનુસાર, અક્ષય કુમાર બૉલીવુડનો સૌથી વધુ કમાણી કરનારો એક્ટર છે, ફૉર્બ્સે અક્ષય કુમારને ભારતનો સૌથી મોટ દાનદાતા સેલિબ્રિટીઝ પણ ગણાવ્યો છે. તેને કોરોના રિલીઝ ફંડમાં 25 કરોડ રૂપિયા આપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement