Gadar 2 and OMG 2 Box Office Collection Day 2: બીજા દિવસે કમાણીમાં સની દેઓલની ગદરે OMG 2ને કરી દીધી રેસમાંથી બહાર
Gadar 2 and OMG 2 Box Office Collection Day 2: આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ગદર મચેલ છે. જ્યાં સની દેઓલની ફિલ્મ 'ગદર 2' સારી કમાણી કરી રહી છે, ત્યારે અક્ષય કુમારની ફિલ્મ OMG 2 પણ ઠીકઠાક કમાણી કરી રહી છે.
Gadar 2 and OMG 2 Box Office Collection Day 2: આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ગદર મચેલ છે. જ્યાં સની દેઓલની ફિલ્મ 'ગદર 2' સારી કમાણી કરી રહી છે, ત્યારે અક્ષય કુમારની ફિલ્મ OMG 2 પણ ઠીકઠાક કમાણી કરી રહી છે. જો કે બંને ફિલ્મોની કમાણીની સરખામણી કરીએ તો OMG 2 ગદર 2 કરતા ઘણી પાછળ છે. આવો જાણીએ બંને ફિલ્મોએ બીજા દિવસે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે.
Thank you with all my heart 🙏🏻 https://t.co/BHdRaoirrg
— Akshay Kumar (@akshaykumar) August 12, 2023
ગદર 2ની બીજી દિવસની કમાણી
- સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા સ્ટારર આ ફિલ્મે પહેલા દિવસે 40 કરોડની ગ્રાન્ડ ઓપનિંગ કરી હતી.
- બીજી તરફ આ ફિલ્મે બીજા દિવસે લગભગ 45 કરોડની કમાણી કરી લીધી છે.
- બે દિવસમાં ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 85 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
- તો બીજી તરફ એવા અહેવાલો છે કે પાંચ દિવસના વીકએન્ડમાં, આ ફિલ્મ લગભગ 175 કરોડની કમાણીનો આંકડો પાર કરી જશે.
View this post on Instagram
OMG 2 એ બીજા દિવસે કેટલી કમાણી કરી
- અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ સ્ટારર આ ફિલ્મે પહેલા દિવસે લગભગ 10 કરોડની કમાણી કરી હતી.
- Sacnilk.com અનુસાર, બીજા દિવસે કલેક્શન 15 કરોડની આસપાસ છે. કુલ મળીને ફિલ્મે બે દિવસમાં 25 કરોડની કમાણી કરી લીધી છે.
- એવું માનવામાં આવે છે કે બંને ફિલ્મોને 15 ઓગસ્ટની રજાનો લાભ મળશે અને આ બંને ફિલ્મો પાંચ દિવસમાં જબરદસ્ત કલેક્શન કરશે.
આ સિવાય રજનીકાંતની ફિલ્મ જેલર પણ આ દિવસોમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ પણ ધમાકેદાર કમાણી કરી રહી છે. જેલરે રિલીઝના બે દિવસમાં 75 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તમને જણાવી દઈએ કે ગદર 2 નો ક્રેઝ સિનેમાઘરોમાં ઘણો જોવા મળી રહ્યો છે. સની દેઓલના હિંદુસ્તાન ઝિંદાબાદના ડાયલોગ પર ઘણી બધી સીટીઓ અને તાળીઓ ગૂંજી રહી છે. આ ફિલ્મની ચર્ચા એટલી છે કે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પણ તેની પ્રશંસા કરી છે.
તો બીજી તરફ કંગનાએ એમ પણ કહ્યું છે કે જો આ ફિલ્મ સોલો રીલિઝ થઈ હોત તો પહેલા દિવસે જ 60-65 કરોડની કમાણી કરી હોત.અનિલ શર્માએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ગદર: એક પ્રેમ કથાનું નિર્દેશન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. હવે 22 વર્ષ પછી ફરી એકવાર તે તારા અને સકીનાને પડદા પર લાવ્યા છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.