(Source: ECI/ABP News/ABP Majha)
Jugjugg Jeeyoની પાર્ટીમાં આવો ડ્રેસ પહેરીને પહોંચી Kiara Advani, લોકોએ કહ્યુ- 'લાગે છે પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ'
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી પોતાના ડ્રેસના કારણે ટ્રોલ થઇ હતી. વાસ્તવમાં એક્ટ્રેસ તેની ફિલ્મ 'જુગ જુગ જિયો'ની સક્સેસ પાર્ટીમાં પહોંચી હતી
Kiara Advani Trolled For Dress: બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી પોતાના ડ્રેસના કારણે ટ્રોલ થઇ હતી. વાસ્તવમાં એક્ટ્રેસ તેની ફિલ્મ 'જુગ જુગ જિયો'ની સક્સેસ પાર્ટીમાં પહોંચી હતી. 'જુગ જુગ જિયો'માં કિયારા અડવાણી સાથે વરુણ ધવન, અનિલ કપૂર અને નીતુ કપૂર લીડ રોલમાં હતા. હાલમાં જ 'જુગ જુગ જિયો'ની સક્સેસ પાર્ટી યોજાઈ હતી, જેમાં તમામ સ્ટાર કાસ્ટ પહોંચી હતી. જો કે, કિયારા અડવાણી પાર્ટીમાં આવો ડ્રેસ પહેરીને પહોંચી હતી, જેના કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.
View this post on Instagram
વાસ્તવમાં ફિલ્મ નિર્માતા કરણ જોહરે તાજેતરમાં જ તેમના ઘરે ‘જુગ જુગ જિયો’ની સક્સેસ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ફિલ્મના તમામ સ્ટાર પહોંચ્યા હતા. કિયારા અડવાણી પાર્ટીમાં ગ્રીન પેસ્ટલ કલરના બ્લેઝર આઉટફિટ સાથે જોવા મળી હતી. કિયારા આ લુકમાં બોલ્ડ લાગી રહી હતી.
View this post on Instagram
કિયારાની તસવીરો સામે આવ્યા બાદ કેટલાક લોકોને તેનો લુક પસંદ આવ્યો ન હતો.કેટલાક યુઝર્સે તો એમ પણ કહ્યું હતું કે કિયારા પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ હોય એવું લાગે છે. કિયારા અડવાણી જુગ જુગ જિયો , 'ભૂલ ભુલૈયા' માં જોવા મળી હતી.