શોધખોળ કરો
John Abraham અને Emraan Hashmi ની ફિલ્મ ‘મુંબઈ સાગા’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે
વર્ષ 2020 માં અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, વરૂણ ધવન, સુશાંત સિંહ રાજપૂત, આયુષમાન ખુરાના, આલિયા ભટ્ટ, સંજય દત્ત જેવા સ્ટાર્સની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
![John Abraham અને Emraan Hashmi ની ફિલ્મ ‘મુંબઈ સાગા’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે john abraham and emraan hashmi mumbai saga to be released on ott platform John Abraham અને Emraan Hashmi ની ફિલ્મ ‘મુંબઈ સાગા’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/03024047/jhon.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ : કોરોના સંક્રમણના કારણે દેશમાં વર્ષ 2020 માં તમામ થિયેટરો લોકડાઉનના કારણે બંધ થઈ ગયા હતા. જેના કારણે થિયેટરના ધંધા પર ખરાબ અસર પડી હતી. જે પછી, લોકડાઉનમાં, ચાહકોને ઓટીટી પ્લેટફોર્મ પર તેમની મનપસંદ સ્ટારની મૂવીઝ જોવા મળી. ફિલ્મના ઘણા નિર્માતાઓએ તેમની ફિલ્મોને સીધા લોકડાઉનમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી હતી. ફિલ્મ નિર્માતાઓ પણ હિટ-ફ્લોપ્સના જોખમે બચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, વર્ષ 2020 માં અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, વરૂણ ધવન, સુશાંત સિંહ રાજપૂત, આયુષમાન ખુરાના, આલિયા ભટ્ટ, સંજય દત્ત જેવા સ્ટાર્સની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ 'મુંબઈ સાગા' પણ આ વર્ષે 2021 માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. એટલે કે, નવું વર્ષ શરૂ થતાં જ જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીના ચાહકોને સારા સમાચાર મળ્યા છે.
લોકડાઉન પહેલા ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. ફિલ્મ રિલીઝ માટે લગભગ તૈયાર છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. મુંબઈ સાગાના નિર્માતાઓ આથી ખૂબ જ ખુશ છે અને આ સોદો અંતિમ માનવામાં આવે છે.
જોન અબ્રાહમ અને ઈમરાનની આ ફિલ્મની સ્ટોરી 80ના દશકની છે. ગેંગસ્ટરની કહાની પર ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન સંજય ગુપ્તાએ કર્યું છે. ફિલ્મમાં હુમા કુરેશી,સુનિલ શેટ્ટી પ્રતિક બબ્બર, ગુલશન ગ્રોવર, રોનિત રોય, મહેશ માંજરેકર જેવા કલાકારો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)