Jug Jugg Jeeyo Box Office: 50 કરોડના ક્લબમાં સામેલ થઇ કિયારા અડવાણી-વરુણ ધવનની ફિલ્મ Jug Jugg Jeeyo
ફિલ્મએ રીલિઝ થયાના છઠ્ઠા દિવસે 50 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઇ હતી
Jug Jugg Jeeyo Box Office Collection Day 6: વરુણ ધવન, કિયારા અડવાણી, નીતુ કપૂર અને અનિલ કપૂરની ફિલ્મ 'જુગ જુગ જિયો' (Jug Jugg Jeeyo) એ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યું છે. ફિલ્મએ વિકેન્ડ પર સારુ કલેક્શન કર્યું છે. ફિલ્મએ રીલિઝ થયાના છઠ્ઠા દિવસે 50 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઇ હતી. ફિલ્મ ક્રિટિક્સ તરણ આદર્શે ફિલ્મના છઠ્ઠા દિવસના કલેક્શન વિશે માહિતી જાહેર કરી છે.
View this post on Instagram
ફિલ્મ 'જુગ જુગ જિયો' એ છઠ્ઠા દિવસે એટલે કે બુધવારે 3.97 કરોડ રૂપિયાની કમાણી કરીને 50 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મની 6 દિવસની કુલ કમાણી હવે 50.24 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 'જુગ જુગ જિયો'એ શુક્રવારે 9.28 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ફિલ્મે શનિવારે 12.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રવિવારે તેના બોક્સ ઓફિસ કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને ફિલ્મે 15.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
50 કરોડના ક્લબમાં સામેલ થઇ ફિલ્મ
ઉલ્લેખનીય છે કે 'જુગ જુગ જિયો' એક ફેમિલી ડ્રામા કોમેડી ફિલ્મ છે જેનું નિર્દેશન રાજ મહેતાએ કર્યું છે. કરણ જોહરે ફિલ્મનુ પ્રોડક્શન કર્યું છે. ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી સાથે અનિલ કપૂર, નીતુ કપૂર, મનીષ પૉલ અને પ્રાજક્તા છે.
નોંધનીય છે કે ફિલ્મનો કુલ પ્રોડક્શન ખર્ચ 85 કરોડ રૂપિયા છે જેમાંથી ફિલ્મે 50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.