શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ મામલે કંગના રનૌતનુ નામ આવતા તેનો જુનો પ્રેમી હાથ જોડીને શું કહેવા લાગ્યો, વીડિયો વાયરલ
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઇ રહ્યુ છે કે એક્ટ્રેસ કંગના રનૌતનુ કનેક્શન ડ્રગ્સની લેવડદેવડમાં છે, આ ડ્રગ્સ કાર્ટેલમાં તેનો પૂર્વ પ્રેમી અધ્યયન સુમન પણ સામેલ છે. આમાં અધ્યયન સુમનનું વર્ષ 2016નુ એક ઇન્ટરવ્યૂનો હવાલો આપવામાં આવી રહ્યો છે
મુંબઇઃ કંગના રનૌત પર ડ્રગ્સનો ઉપયોગ કરવાના આરોપો લાગી રહ્યાં છે, આ સમાચારોની વચ્ચે એક્ટ્રેસના એક્સ બૉયફ્રેન્ડ અધ્યયન સુમને એક વીડિયો શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કંગના પર ડ્રગ્સ લેવાના આરોપો લાગ્યા હતા, આ આખા કેસમાં તેની પૂર્વ પ્રેમી અધ્યયન સુમનનુ નામ પણ સામે આવ્યુ હતુ. લોકો તેના પ્રેમી પર કંગનાની સાથે ડ્રગ્સ લેવાનો આરોપો લગાવી રહ્યા છે. આ મામલે અધ્યયન સુમને પોતાનો બચાવ કરતો એક વીડિયો શેર કર્યો છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઇ રહ્યુ છે કે એક્ટ્રેસ કંગના રનૌતનુ કનેક્શન ડ્રગ્સની લેવડદેવડમાં છે, આ ડ્રગ્સ કાર્ટેલમાં તેનો પૂર્વ પ્રેમી અધ્યયન સુમન પણ સામેલ છે. આમાં અધ્યયન સુમનનું વર્ષ 2016નુ એક ઇન્ટરવ્યૂનો હવાલો આપવામાં આવી રહ્યો છે.
બુધવારે રાત્રે કંગનાના પૂર્વ પ્રેમી અધ્યયન સુમને ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું- પ્લીઝ મારુ નામ ઘસેડો.... #JusticeForSushantSinghRajput#KanganaRanuat.' તેને પોતાના વીડિયોમાં કહ્યું કે, હું કાલથુ બહુજ વધારે ડિસ્ટર્બ છુ, કેમકે મારુ નામ ફરીથી ઘસેડવામાં આવી રહ્યું છે. એક એવા ઇન્ટરવ્યૂને લઇને, જે મે 2016માં આપ્યુ હતુ. હુ હાથ જોડુ છુ કે મારુ નામ આમાં ના ઘસેડો. જે મારે કહેવુ હતુ તે મે 2016માં કહી દીધુ હતુ. ત્યારે મને અને મારા પરિવારને નેશનલ ટીવી પર અપમાનિત થવુ પડ્યુ હતુ, અને હવે હું તે વાતને ભૂલી ચૂક્યો છું. જિંદગીમાં આગળ વધી ચૂક્યો છુ. તો પ્લીઝ મને મારા કાળા ભૂતકાળ તરફ લઇને ના જાઓ. બહુજ મુશ્કેલીઓથી પસાર કર્યુ છે.
અધ્યયન સુમનના ઇન્ટરવ્યૂની વાત સામે આવ્યા બાદ શિવસેનાના નેતાઓએ તેમની વિરુદ્ધ તપાસની માંગ કરી હતી, બાદમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મંગળવારે જણાવ્યુ કે, તેમને મુંબઇ પોલીસને કંગના રનૌત પર ડ્રગ્સ વાપરવાને લઇને લાગેલા આરોપોની તપાસ કરવા કહ્યું છે. એક્ટ્રેસ કંગના રનૌત અને અધ્યયન સુમન રિલેશનશીપમાં હતા એવી વાતો મીડિયામાં પણ વહેતી થઇ હતી. હવે મુંબઇ પોલીસ આ અંગે તપાસ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement