લગ્ન બાદ કેટરિના કૈફની થશે ધમાકેદાર વાપસી, 'મૈરી ક્રિસમસ'ના સેટ પરથી લીક થઇ એક્ટ્રેસની તસવીર
કેટરિના કૈફે 25 ડિસેમ્બરના રોજ પોતાના કોસ્ટાર વિજય સેતુપતિ અને ડિરેક્ટર શ્રીરામ રાઘવન સાથે તસવીર શેર કરી ફિલ્મની જાહેરાત કરી હતી

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન બાદ તેના ફેન્સ કેટરિનાને મોટા પડદા પર જોવા માટે ખૂબ ઉત્સુક છે. હાલમાં એક્ટ્રેસ ફિલ્મ ‘મૈરી ક્રિસમસ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર કેટરિના કૈફની તસવીરો વાયરલ થઇ રહી છે. તસવીરમાં કેટરિના પોલીસની ભૂમિકામાં નિભાવનારી એક્ટ્રેસ રાધિકા સરથકુમાર સાથે જોઇ શકાય છે. આ તસવીરોમાં કેટરિના પોલ્કા ડોટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
#katrinakaif 😍💗 https://t.co/58C75KSzrf
— katy16🦋🐾 (@kat16kaif) April 20, 2022
લગ્ન બાદ ફરી એકવાર કેટરિના કૈફ પોતાની પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત થઇ ગઇ છે. કેટરિના કૈફની આ તસવીરો દર્શકોને પસંદ આવી રહી છે. કેટરિના કૈફ પ્રથમવાર સાઉથના સુપરસ્ટાર ગણાતા એક્ટર વિજય સેતુપતિ સાથે ફિલ્મમાં જોવા મળશે.
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે 25 ડિસેમ્બરના રોજ પોતાના કોસ્ટાર વિજય સેતુપતિ અને ડિરેક્ટર શ્રીરામ રાઘવન સાથે તસવીર શેર કરી ફિલ્મની જાહેરાત કરી હતી. એક્ટ્રેસે તસવીર શેર કરતા લખ્યું હતું કે નવી ઇનિંગની શરૂઆત...મૈરી ક્રિસમસ માટે ડિરેક્ટર શ્રીરામ રાઘવન સાથે સેટ પર વાપસી, હું હંમેશાથી શ્રીરામ રાઘવન સાથે કામ કરવા માંગતી હતી. આ ફિલ્મમાં એક્ટર વિજય સેતુપતિ સાથે કામ કરવા માટે ખૂબ એક્સાઇટેડ છું.
સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે
તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો
Horoscope 21 April 2022: મેષ કર્ક મીન રાશિના લોકો ન કરે આ કામ,12 રાશિનું જાણો રાશિ ફળ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
