Bollywood સ્ટારના તમામ બાળકોના છે યૂનિક નામ, જાણો તેની પાછળ શેનો શું અર્થ થાય છે, લિસ્ટ...
બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે (Alia Bhatt) પોતાની દીકરીનુ નામ રિવીલ કરી દીધુ છે.
Bollywood Star Kids Unique Names: બૉલીવુડ સુપરસ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પોતાની દીકરીનુ નામ રિવીલ કરી દીધુ છે. આ છે તે બૉલીવુડ સ્ટાર્સ જેમને પોતાના બાળકોનુ યૂનિક નામ રાખ્યુ છે.
બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે (Alia Bhatt) પોતાની દીકરીનુ નામ રિવીલ કરી દીધુ છે. આલિયા-રણબીર કપૂરે (Ranbir Kapoor) પોતાની દીકરીનુ નામ રાહા (Raha) રાખ્યુ છે. આલિયાની દીકરીનુ 'રાહા' નામ તેની દાદી નીતૂ કપૂરે પસંદ કર્યુ છે. માત્ર આલિયા અને રણબીર જ નહીં બૉલીવુડના કેટલાય સ્ટાર્સ એવા છે, જેઓએ પોતાના બાળકોના યૂનિક નામ રાખ્યા છે. આનો મતલબ હેપીનેસ, ફ્રીડમ અને સુખ આપનારો થાય છે.
સોનમ કપૂર અને આનંદ આહૂજા પણ તાજેતરમાં જ પેરેન્ટ્સ બન્યા છે. સોનમે એક દીકરાને જન્મ આપ્યા છે, સોનમ અને આનંદે પોતાના દીકરાનુ નામ વાયુ રાખ્યુ છે.
બૉલીવુડથી યૂનિવર્સ સ્ટારનો સફર કરી ચૂકેલી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ એક સુંદર દીકરીના પેરેન્ટ્સ છે, પ્રિયંકા ચોપડાએ પોતાની દીકરીનુ નામ માલતી મેરી ચોપડા રાખ્યુ છે, જોકે, આ એક ઇન્ડો વેસ્ટર્ન નામનું કૉમ્બિનેશન છે.
ઇમરાન હાશમી અને પરવીને 14 ડિસેમ્બર, 2006 એ લગ્ન કર્યા હતા, તેમને પહેલા બાળનુ નામ 'અયાન' રાખ્યુ છે, 'અયાન' અરબી નામ છે, જેનો મતલબ 'ગિફ્ટ ઓફ ગૉડ' છે.
અમૃતા અરોડા એક પંજાબી છે, જ્યારે તેના પતિ શકીલ મુસ્લિમ છે, અમૃતા અરોડાએ પોતાના બાળક માટે બે સુંદર નામ પસંદ કર્યા છે. રેયાનનો અર્થ છે 'સ્વર્ગનો દ્વાર' અને અજાનનો અર્થ છે 'શક્તિશાળી'.
બૉલીવુડના રૉયલ કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને 20 ડિસેમ્બર, 2016 એ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો, તેનુ નામ તૈમૂર અલી ખાન પટૌડી રાખ્યુ છે, બાદમાં વર્ષ 2021માં બેબો બીજા બાળકની માં બની, તેનુ નામ જહાંગીર અલી ખાન રાખ્યુ છે. આ બન્ને યૂનિક નામ છે.
શાહરૂખ ખાન અને ગૌરી ખાને પોતાના પહેલા બાળકનુ નામ આર્યન ખાન રાખ્યુ છે, જેનો અર્થ થાય છે, સ્ટ્રેન્થ, વૉરિયર, નૉબલ કિંગ. વળી, બીજા બાળકનુ નામ સુહાના અને અબરામ છે, આનો અરબીમાં મતબલ 'એક સ્ટારનું નામ' હોય છે. વળી, અબરામ હિન્દુ અને ઇસ્લામ બન્ને નામોનુ કૉમ્બિનેશન છે.
ઋત્વિક રોશન અને સુજૈન ખાન હવ કાનૂની રીતે અલગ થઇ ચૂક્યા છે. જોકે, આ બન્નેને બે બાળકો છે, ઋહાન અને ઋઘાન. આ બન્ને યૂનિક નામ છે. ઋહાનનો મતબલ થાય છે જેને ઇશ્વરે પસંદ કર્યો છે, અને ઋઘાનનો અર્થ થાય છે મોટા દિલ વાળો.