શોધખોળ કરો

Rajinikanth B'Day: રજનીકાંત માટે શ્રીદેવીએ રાખ્યા 7 દિવસના ઉપવાસ, જાણો શું હતું કારણ

Rajinikanth Birthday: રજનીકાંત 72 વર્ષના થઈ ગયા છે. તેમણે સાઉથ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણી અભિનેત્રીઓ સાથે તેમની જોડી ફિલ્મી પડદે જોવા મળી હતી. શ્રીદેવી પણ તેમાંથી એક હતી.

Happy Birthday Rajinikanth: સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતનાર રજનીકાંત હજુ પણ ઈન્ડસ્ટ્રીમાં સંપૂર્ણ રીતે સક્રિય છે. 72 વર્ષીય અભિનેતાએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો છે. પોતાની આખી કારકિર્દીમાં રજનીકાંતે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, ફિલ્મી પડદે ઘણી અભિનેત્રીઓ સાથે તેમની જોડી જામી, પરંતુ જે ફિલ્મમાં રજનીકાંત શ્રીદેવી સાથે ઓનસ્ક્રીન દેખાયા તે ફિલ્મ હિટ સાબિત થઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે શ્રીદેવીએ રજનીકાંત માટે 7 દિવસના ઉપવાસ કર્યા હતા. આખરે અભિનેત્રીએ રજનીકાંત માટે કેમ કર્યા હતા ઉપવાસ ચાલો જાણીએ..

Rajinikanth B'Day: રજનીકાંત માટે શ્રીદેવીએ રાખ્યા 7 દિવસના ઉપવાસ, જાણો શું હતું કારણ

આ ફિલ્મોમાં શ્રીદેવીએ રજનીકાંત સાથે જોડી બનાવી હતી

રજનીકાંત અને શ્રીદેવી તેમના સમયના ફેમસ અને ડિમાન્ડિંગ સ્ટાર્સ હતા.  આ બંનેએ માત્ર સાઉથ સિનેમામાં જ ધૂમ મચાવી ન હતી.  પરંતુ તેમની એક્ટિંગે બોલિવૂડમાં પણ ઘણી કમાણી કરી હતી. બંનેએ લગભગ 25 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આમાંની મોટાભાગની ફિલ્મો કન્નડ, મલયાલમ, તેલુગુ અને તમિલ ભાષાઓમાં છે. 'ફરિશ્તે', 'ચાલબાઝ', 'ભગવાન દાદા', 'જુલ્મ' અને 'ગેર કાનૂની' રજનીકાંત અને શ્રીદેવીની સુપરહિટ ફિલ્મો હતી.

Rajinikanth B'Day: રજનીકાંત માટે શ્રીદેવીએ રાખ્યા 7 દિવસના ઉપવાસ, જાણો શું હતું કારણ

શ્રીદેવીએ રજનીકાંત માટે 7 દિવસના ઉપવાસ કર્યા હતા

એક ઈન્ટરવ્યુમાં રજનીકાંતે જણાવ્યું હતું કે વર્ષ 2011માં જ્યારે તેઓ તેમની ફિલ્મ 'રાણા'નું શૂટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની તબિયત બગડી હતી. તેઓને સારવાર માટે સિંગાપુર લઈ જવા પડ્યા હતા. જ્યારે શ્રીદેવીને આ વાતની જાણ થઈ તો તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. રજનીકાંતની તબિયત સુધારવા માટે તેણે શિરડી જવાનું નક્કી કર્યું. શિરડી ગયા બાદ તેણે રજનીકાંતની તબિયત માટે 7 દિવસના ઉપવાસ રાખ્યા જેથી રજનીકાંત વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈ જાય.

શ્રીદેવી તેના પતિ સાથે રજનીકાંતને મળવા પહોંચી 

Rajinikanth B'Day: રજનીકાંત માટે શ્રીદેવીએ રાખ્યા 7 દિવસના ઉપવાસ, જાણો શું હતું કારણ

શ્રીદેવીની પ્રાર્થના બાદ રજનીકાંત સંપૂર્ણ સ્વસ્થ થઈને ભારત પરત ફર્યા હતા. રજનીકાંત ઘરે પરત ફર્યા કે તરત જ શ્રીદેવી તેના પતિ બોની કપૂર સાથે તેમને મળવા આવી હતી. રજનીકાંતની તબિયતમાં સુધારો જોઈને શ્રીદેવીના જીવમાં જીવ આવ્યો હતો. આજે શ્રીદેવી આ દુનિયામાં નથી પરંતુ તેના કો-સ્ટાર્સ સાથે હંમેશા સારા સંબંધો હતા.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget