શોધખોળ કરો
Advertisement
દૂરદર્શન અને કલર્સ બાદ હવે ફરી એકવાર આ ચેનલ પર ટેલિકાસ્ટ થઇ 'મહાભારત'
બીઆર ચોપડાની 'મહાભારત'ને કલર્સ ચેનલ પર 4 મેથી પ્રસારિત કરવામાં આવી રહી છે, હવે આ સીરિયલને દર્શકો માટે ફરી એકવાર ટેલિકાસ્ટ કરવામાં આવી છે
નવી દિલ્હીઃ દૂરદર્શન પર ટીઆરપીના નવા રેકોર્ડ સ્થાપિત કર્યા બાદ બીઆર ચોપડાની 'મહાભારત'ને કલર્સ ચેનલ પર 4 મેથી પ્રસારિત કરવામાં આવી રહી છે, હવે આ સીરિયલને દર્શકો માટે ફરી એકવાર ટેલિકાસ્ટ કરવામાં આવી છે.
લોકપ્રિય સીરિયલ 'મહાભારત'નુ પ્રસારણ 18 મેથી સ્ટાર ભારત પર શરૂ થઇ ગયુ છે, સ્ટાર ભારતે આ પહેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૉનો એક વીડિયો શેર કરીને લખ્યું હતુ- ષડયંત્ર, અપમાન અને વિવશતાતી જન્મી એક મહાગાથા... જુઓ મહાભારત, આ સોમવારે 18 મેથી રાત્રે 8 વાગે માત્ર સ્ટાર ભારત પર .......
લૉકડાઉનની વચ્ચે બીઆર ચોપડા ઉપરાંત સિદ્ધાર્થ કુમાર તિવારી નિર્દેશનમાં બનેલી 'મહાભારત'નુ પણ ટેલિકાસ્ટ સ્ટાર પ્લસ પર કરવામાં આવી રહ્યું છે. મહાભારતે દૂરદર્શન પર 28 માર્ચથી વાપસી કરી, આ શૉ 13મેએ પુરો થયો. આ દરમિયાન દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો, અને ટીઆરપીના નવા રેકોર્ડ તોડ્યા હતા.
'મહાભારત' પહેલીવાર વર્ષ 1988માં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી, તે સમયે ટીવી પર ત્યારે આનો એપિસોડ આવતો હતો, રસ્તાંઓ ખાલી થઇ જતા હતા. દરેક કલાકારે પોતાના અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement