Neena Gupta Viivian Richards: એક્સ બોયફ્રેંડ વિવિયન રિચર્ડ્સ સાથે પોતાના સંબંધ પર બોલી નીના ગુપ્તા, કહ્યુંઃ "હું મારા પૂર્વ પ્રેમીને..."
અભિનેત્રી નીના ગુપ્તા બોલીવુડમાં ઘણી સુંદર ફિલ્મોના કારણે જણીતી છે. નીના ગુપ્તાએ પોતાના કરિયરમાં એકથી એક સારી ફિલ્મો આપી છે.
Neena Gupta Reveals She Doesn't Hate Vivian Richards: અભિનેત્રી નીના ગુપ્તા બોલીવુડમાં ઘણી સુંદર ફિલ્મોના કારણે જણીતી છે. નીના ગુપ્તાએ પોતાના કરિયરમાં એકથી એક સારી ફિલ્મો આપી છે. નીનાના ફિલ્મી કરિયરમાં જેટલી ઉડાન જોવા મળી તેટલું જ ખાનગી જીવનમાં ખુબ જ દુઃખ સહન કરવા પડ્યા હતા. ખાસ વાત એ છે કે, પોતાની પર્સનલ લાઈફ વિશે નીના અવારનવાર ખુલીને વાત કરે છે.
મારા પૂર્વ પ્રેમીને નફરત નથી કરતી: નીના ગુપ્તા
નીના ગુપ્તા (Neena Gupta) આ દિવસોમાં પોતાની વેબ સિરીઝ 'મસાબા મસાબા'ના (Masaba Masaba) કારણે હેડલાઈન્સમાં ચમકી રહી છે. નીના આ સિરીઝનું ઘણું પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન એક વાતચીત દરમિયાન પોતાના એક્સ બોયફ્રેન્ડ વિવિયન રિચર્ડ્સને (Vivian Richards) લઈને પણ ઘણી વાતો કરી હતી. ઈન્ટરવ્યું દરમિયાન નીનાએ કહ્યું, મારું માનવું છે કે, એક વખત જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો તો તમે તેનાથી નફરત કઈ રીતે કરી શકો છો? તમે સાથે નથી રહી શકતા. હું મારા પૂર્વ પ્રેમીને નફરત નથી કરતી. હું મારા પૂર્વ પતિથી નફરત નથી કરી. મારે નફરત કેમ કરવી જોઈએ. જો કોઈ મને એટલું ખરાબ લાગે છે તો હું તેનાથી બાળકો પેદા શા માટે કરું? શું હું પાગલ છું?
કઈ રીતે મળ્યા હતા નીના અને વિવિયન?
નીના ગુપ્તાને વેસ્ટઈન્ડિઝના ખેલાડી વિવિયન રિચર્ડ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો. આ વાત એ સમયની છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતમાં મેચ રમવા આવી હતી. આ દરમિયાન મુંબઈમાં એક પાર્ટી દરમિયાન નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સની મુલાકાત થઈ. એ પછી બંને એક-બીજાના ડેટ કરવા લાગ્યા હતા અને કેટલાક સમય બાદ નીના ગુપ્તા પ્રેગ્નેંટ થઈ હતી. ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા નીના અને વિવિયન રિચર્ડ્સની પુત્રી છે.
મસાબા ગુપ્તા ઘણી વખત ઈંટરવ્યુમાં કહી ચુકી છે કે, નીના ગુપ્તાએ ક્યારેય પિતા-પુત્રીના સંબંધોમાં તિરાડ પાડવાનો પ્રયત્ન નથી કર્યો. બંને સાથે ઘણો સમય વિતાવે છે. ફેશન ડિઝાઈનર મસાબા પણ સોશિલય મીડિયા પર તેમની સાથે ફોટો શેર કરતી હોય છે.