Lal Singh Chaddha: Aamir Khanની મુશ્કેલી વધી, લાલ સિંહ ચઢ્ઢા વિરુદ્ધ કોર્ટમાં અરજી, પ્રતિબંધ મુકવાની માંગ
આમિર ખાનની ફિલ્મ Laal Singh Chaddhaને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી
નવી દિલ્હીઃ આમિર ખાનની ફિલ્મ Laal Singh Chaddhaને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી. લાલ સિંહ ચઢ્ઢાને લઈને એક પછી એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હવે લાલ સિંહ ચઢ્ઢાને લઈને કોલકાતા હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
લાલ સિંહ ચડ્ઢા પહેલાથી જ બોક્સ ઓફિસ ફ્લોપ સાબિત થઇ છે. હવે જાહેર હિતની અરજીમાં બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે જો ફિલ્મ પર પ્રતિબંધ નહીં મુકાય તો દરેક થિયેટરની બહાર પોલીસ તૈનાત કરવામાં આવે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તે બંગાળમાં શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. આ મામલે આજે (મંગળવારે) ચીફ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની કોર્ટમાં સુનાવણી થશે.
કોણે દાખલ કરી અરજી?
મળતી માહિતી મુજબ વકીલ નાઝિયા ઈલાહી ખાને લાલ સિંહ ચઢ્ઢાને લઈને જનહિત અરજી દાખલ કરી છે. તેમના મતે આ સમયે બંગાળનું વાતાવરણ ધાર્મિક મુદ્દાઓ માટે ખૂબ જ અસ્થિર છે અને ફિલ્મમાં સેનાને યોગ્ય રીતે રજૂ કરવામાં આવી નથી, જેની ખોટી અસર પડી શકે છે. આથી અરજીમાં લાલ સિંહ ચઢ્ઢા પર બંગાળમાં પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે.
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લઈને કેટલાક લોકોમાં હજુ પણ ઘણો ગુસ્સો છે. ફિલ્મની રિલીઝ પહેલા જ ટ્વિટર પર લાલ સિંહ ચડ્ડાનો બહિષ્કાર કરવાની ચર્ચા ચાલી હતી અને આ ટ્રેન્ડ હજુ પણ અકબંધ છે. લોકોએ આમિરની ફિલ્મને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
લાલ સિંહ ચઢ્ઢા આમિર ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. આવી સ્થિતિમાં કોઈએ વિચાર્યું ન હતું કે બોક્સ ઓફિસ પર ફિલ્મની આટલી ખરાબ હાલત થશે. એટલું જ નહી આમિરની ફિલ્મને હવે OTT રિલીઝ માટે પણ ખરીદદારો નથી મળી રહ્યા અને આવી સ્થિતિમાં બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ ચિંતાનો વિષય છે.
Aadhaar Card: આધાર કાર્ડને લગતી તમામ સમસ્યાઓ હવે થશે દૂર, UIDAIએ લીધો મોટો નિર્ણય
Team India: આ 3 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોના પુત્ર ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયામાં કરી શકે છે ડેબ્યૂ
AAP vs BJP : આમ આદમી પાર્ટીનો દાવો, મનીષ સીસોદીયા પાસે ભાજપની ઓફરનું કોલ રેકોર્ડિંગ