Priyanka Chopraએ પહેલીવાર બતાવ્યો દીકરીનો ચહેરો, પિતા Nick Jonasને સ્ટેજ પર જોઇ ઝૂમી ઉઠી માલતી
Malti Marie Photos: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની પુત્રી માલતીનો ચહેરો જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે ચાહકોની આ રાહ પૂરી થઈ ગઈ છે.
Priyanka Chopra Reveals Daughter Face: ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા આ દિવસોમાં માતૃત્વનો આનંદ માણી રહી છે. ત્યારે ચાહકો તેની દીકરી માલતી મેરીની એક ઝલક જોવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં આખરે પ્રિયંકા ચોપરાએ પોતાની દીકરી માલતી મેરી ચોપરાનો ચહેરો દેખાડ્યો છે.30 જાન્યુઆરી સોમવારના રોજ પ્રિયંકાએ તેની પુત્રી સાથે પહેલીવાર જાહેરમાં હાજરી આપી હતી. પ્રિયંકા દીકરી માલતીને ઈવેન્ટમાં લઈને આવી હતી જ્યાં નિક જોનાસ અને તેના ભાઈઓએ તેમનો હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર મેળવ્યો હતો. તમને જણાવી દઈએ કે 'બેવોચ' અભિનેત્રીએ 2022માં તેના પતિ નિક જોનાસ સાથે તેની બાળકીનું સ્વાગત કર્યું હતું.
પ્રિયંકાની દીકરી માલતી ખૂબ જ ક્યૂટ છે
સ્ટાર કિડ એક વ્હાઇટ ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. માલતીએ સફેદ સ્વેટર અને મેચિંગ ક્રીમ સ્વેટર પહેર્યું હતું. સાથે જ ક્યૂટ બો સાથે માલતી મેરીના લુકને કમ્પ્લીટ કરવામાં આવ્યો હતો. બીજી તરફ માતા પ્રિયંકા ચોપરા તેની પુત્રી માલતીને ખોળામાં લઈને ખૂબ જ ખુશ દેખાતી હતી. પ્રિયંકાએ બ્રાઉન કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. લોકપ્રિય અભિનેત્રીએ પોતના લુકને અર્થી ટોન્ડ મેકઅપ, એક સ્ટેટમેન્ટ ગોગલ્સ અને ગોલ્ડન ઇયરિંગ સાથે કમ્પ્લીટ કર્યો હતો. માતા-પુત્રીની જોડી સાથે જોનાસ પરિવારના સભ્યો સોફી ટર્નર, કેવિન જોનાસની પત્ની ડેનિયલ અને તેમની પુત્રીઓ અને જોનાસ બ્રધર્સના માતા-પિતાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. હોલીવુડ વોક ઓફ ફેમ ઈવેન્ટમાંથી પ્રિયંકા ચોપરા અને માલતી મેરીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
પ્રિયંકા ચોપરાએ સરોગસી વિશે વાત કરી હતી
તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ વોગ સાથેની એક મુલાકાતમાં તેની સરોગસી જર્ની વિશે ઘણા ખુલાસા કર્યા હતા. અભિનેત્રીએ કહ્યું હતું કે, "મને તબીબી સમસ્યાઓ હતી. જેના લીધે સરોગસી પસંદ કરવામાં આવી. જો કે હું ખુશ નસીબ છું કે મને આવી સ્થિતિમાં માતા બનવા મળ્યું.નવી મમ્મી પર ગર્ભાવસ્થાને 'આઉટસોર્સિંગ' કરવાનો અને ગર્ભાશયને 'ભાડે' લેવાનો તેમજ 'રેડીમેઇડ' બાળકની પસંદગી કરવાના અનેક મેણાંટોણાં પ્રિયંકાએ સહન કર્યા હતા જેની વાત તેણે ઇંટરવ્યૂ દરમિયાન કરી હતી.
પ્રિયંકા ચોપરા વર્ક ફ્રન્ટ
પ્રોફેશનલ મોરચે પ્રિયંકા ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર તેની પ્રથમ વેબ સિરીઝ 'સિટાડેલ'માં જોવા મળશે. તેણીની હોલીવુડ લાઇનઅપમાં 'લવ અગેઇન' અને 'એન્ડિંગ થિંગ્સ' પણ છે અને તેની કીટીમાં બોલિવૂડ ફિલ્મ 'જી લે ઝરા' પણ છે. ફરહાન અખ્તર આ ફિલ્મનું નિર્દેશન કરશે અને કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવશે.