શોધખોળ કરો
Advertisement
બધાઇ હો 2માં રાજકુમાર રાવે આયુષ્માનને કેમ કર્યો રિપ્લેસ? સામે આવ્યું કારણ
ફિલ્મમાં આયુષ્માન ખુરાના સિવાય નીના ગુપ્તા, ગજરાવ રાવ અને સુરેખા સીકરી જોવા મળ્યા હતા.
મુંબઇઃ બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાએ એક અલગ ટ્રેડ સેટ કર્યો છે. આયુષ્માનને બોલિવૂડને કંન્ટેટ બેઝ્ડ સિનેમાનો કિંગ કહેવામાં આવે છે. આયુષ્માન ખુરાની ફિલ્મોમાં એક સ્પેશ્યલ મેસેજ હોય છે. ખુરાનાના કરિયરમાં બધાઇ હો પણ એક એવી ફિલ્મ છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના સિવાય નીના ગુપ્તા, ગજરાવ રાવ અને સુરેખા સીકરી જોવા મળ્યા હતા.
ફિલ્મ બધાઇ હોની સિક્લવમાં આયુષ્માન ખુરાના જોવા નહી મળે. ખુરાનાના બદલે ફિલ્મમાં રાજકુમાર રાવ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના સિક્વલને લઇને દર્શકો વચ્ચે ખૂબ ઉત્સાહ છે. હવે સવાલ ઉઠે છે કે આખરે ફિલ્મની સિક્વલમાં આયુષ્માન ખુરાનાને કેમ રિપ્લેસ કરવામાં આવ્યો. તેનો જવાબ મળી ગયો છે.
ફિલ્મના નજીકના સૂત્રોએ કહ્યુ કે, જંગલી પિક્સર્ચ સાથે બધાઇ હોની ફ્રેન્ચાઇઝી બનાવવાનો આઇડિયા શરૂઆતથી જ હતો. ફિલ્મની સિક્વલની કહાની બિલકુલ અલગ હશે અને તે ફિલ્મમાં કેરેક્ટર પણ બિલકુલ અલગ જોવા માંગે છે.
સૂત્રોના મતે ફિલ્મ નિર્માતાઓએ બે વર્ષ અગાઉથી જ બધાઇ હોનો આઇડિયા પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ફિલ્મમાં તે બિલકુલ નવા પાત્રો જોવા માંગે છે. જેનો અર્થ એ થયો કે નવા એક્ટર્સ. આ પ્રથમ કારણ છે કે આયુષ્માન સાથે આ અંગે વાત કરવામાં આવી નથી. તે સિવાય ખુરાનાએ તાજેતરમાં જ ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનમાં ગેની ભૂમિકા નિભાવી હતી. એટલા માટે પ્રોડ્યૂસર્સ તેનાથી બચવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion