Bollywood: સની બાદ હવે તેનો નાનો દીકરો પણ ગદર મચાવવા તૈયાર, સામે આવ્યુ મોટુ પ્લાનિંગ
સની દેઓલ બાદ હવે તેનો નાનો દીકરો રાજવીર દેઓલ પણ ફિલ્મોમાં ધમાલ મચાવવા તૈયાર છે, અને તેના માટે ખાસ પ્લાનિગ કરવામાં આવ્યુ છે.
Rajveer Deol Paloma's Dono Release Date: બૉલીવુડની ફિલ્મ ગદર 2 અત્યારે ખુબ જ ચર્ચામાં છે. બૉક્સ ઓફિસ પર સતત 10 દિવસથી ધરખમ કમાણી કરી રહી છે. લાંબા સમય બાદ આવેલી ફિલ્મ ગદર 2માં સની દેઓલ અને અમિષા પટેલની જોડીએ બધાને આકર્ષ્યા છે. હવે સમાચાર છે કે, સની દેઓલ બાદ હવે તેનો નાનો દીકરો રાજવીર દેઓલ પણ ફિલ્મોમાં ધમાલ મચાવવા તૈયાર છે, અને તેના માટે ખાસ પ્લાનિગ કરવામાં આવ્યુ છે. આ દરમિયાન સનીના નાના દીકરા રાજવીરની ડેબ્યૂ ફિલ્મ 'દોનો'ની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. 'દોનો'ના નિર્માતાઓએ શનિવારે જણાવ્યું કે આ ફિલ્મ 5 ઓક્ટોબર, 2023એ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એક્ટ્રેસ પાલોમા 'દોનો'માં રાજવીરની અપૉઝિટ જોવા મળશે. પલોમા જાણીતી અભિનેત્રી પૂનમ ધિલ્લોનની દીકરી છે. રાજવીરની જેમ આ પણ પાલોમાની ડેબ્યૂ ફિલ્મ છે. ડેબ્યૂ કરી રહેલા સ્ટારકિડ્સના માતા-પિતા સની દેઓલ અને પૂનમ ધિલ્લોન પણ સાથે કામ કરી ચૂક્યા છે.
રાજશ્રીએ બનાવી છે ફિલ્મ -
રાજવીર દેઓલ અને પાલોમાની ડેબ્યૂ ફિલ્મ 'દોનો'ને અવનીશ બડજાત્યાએ પ્રૉડ્યૂસ કરી છે. અવનીશ સૂરજ બડજાત્યાનો દીકરો છે. નિર્દેશક તરીકે આ તેની ડેબ્યૂ ફિલ્મ છે. રાજશ્રી 33 વર્ષ પછી નવા ચહેરા સાથે પાછી ફરી છે. 1989ની મૈંને પ્યાર કિયા પછી પહેલીવાર રાજશ્રીની ફિલ્મમાં હીરો અને હિરોઈન બંને નવા છે.
દોસ્તના લગ્નમાં મળવાની કહાની છે 'દોનો'
'દોનો' એક રૉમેન્ટિક ફિલ્મ છે. હીરો અને હીરોઈન બંને લગ્નમાં જાય છે. હીરો કન્યાનો મિત્ર છે અને નાયિકા વરની મિત્ર છે. અહીં બંને મળે છે અને પ્રેમમાં પડે છે. ફિલ્મમાં રાજવીર દેવનું પાત્ર ભજવે છે જ્યારે પાલોમા મેઘનાનું પાત્ર ભજવે છે.
#picoftheday
— Narendra Savaliya (@aryansavaliya01) August 12, 2023
This is not pic it's emotion: love:care: family
Deol era is making a solid comeback
It's deol @aapkadharam#Gadar2#SunnyDeol #AnilSharma #EshaDeol #Bobbydeol #RajveerDeol #karandeol #UtkarshSharma pic.twitter.com/MUJHyc6Z78
In a nostalgic mood #SalmanKhan sends his warm wishes to #Dono, starring #RajveerDeol, #Paloma, and directed by #AvnishBarjatya for their new endeavor. Memories of 'Prem' days make this journey of #Rajshri even more special. Tune in on 16th August at 11 for the Title Track #Dono pic.twitter.com/l2kZsKsvxa
— FirstShowz 🇮🇳 (@firstshowz) August 15, 2023
WATCH 🎥 | #SunnyDeol, #BobbyDeol and #RajveerDeol were seen arriving at #KaranDeol and #DrishaAcharya's wedding reception in Mumbai this evening pic.twitter.com/xE2YdM2hRO
— Bollywood Buzz (@BollyTellyBuzz) June 18, 2023
Every Cinema Hall to play Rajshri’s DONO Teaser as it gets attached with OMG 2 and Gadar 2, this weekend onwards!
— Komal Nahta (@KomalNahta) August 11, 2023
#Dono #OMG2 #Gadar2
Directed by #AvnishSBarjatya,
Starring #RajveerDeol & #Paloma@rajshri @jiostudios @ZeeMusicCompany @dono_film #InCinemasSoon ⏳ pic.twitter.com/Qc4tHMn4Rc