રાખી સાવંતની વધુ એક નૌટંકી, Salman Khanના લગ્ન માટે ચપ્પલ ના પહેરવાની માનતા, જુઓ Video
Rakhi Sawant Video: સોશિયલ મીડિયા પર રાખી સાવંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે સલમાન ખાનના લગ્ન માટે મન્નત માંગી છે.
Rakhi Sawant Video: એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંત તેના બેફામ નિવેદનો અને નૌટંકી માટે જાણીતી છે. તે ઘણીવાર પાપારાઝી સાથે વાત કરતી જોવા મળે છે અને તેની હરકતોથી બધાને હસાવતી રહે છે. તે તરત જ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. રાખી સાવંત હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાં તે ખુલ્લા પગે જોવા મળી હતી. તેણે સલમાન ખાનના લગ્ન માટે મન્નત માંગી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
વીડિયોમાં રાખીએ બ્લેઝરથી માથું ઢાંકેલું જોવા મળે છે. રાખીએ ગુલાબી રંગના બ્લેઝરથી માથું ઢાંક્યું છે અને તે ખુલ્લા પગે ચાલતી જોવા મળે છે. રાખીએ કહ્યું કે મે એક માનતા રાખી છે. જ્યાં સુધી સલમાન ખાન લગ્ન નહી કરે ત્યાં સુધી હું ચપ્પલ નહી પહેરું. હું સલમાન ખાન માટે શ્રીલંકા, દુબઈથી ચપ્પલ વિના આવી છું મારા પગમાં છાલા પડી ગયા છે. સલમાન ખાન લગ્ન કરશે પછી જ હું ચપ્પલ પહેરીશ.
યુઝર્સે કરી કોમેન્ટ
યૂઝર્સ રાખીના વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તો પછી હવે તે મૃત્યુ સુધી ચપ્પલ નહીં પહેરે. જ્યારે એકે લખ્યું- રાખી પાગલ થઈ ગઈ છે. કંઈ પણ કરતી રહે છે. ઘણા લોકો હસતા ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
તાજેતરમાં જ રાખીએ આદિલથી છૂટાછેડા લેવાના કારણે બ્રેકઅપ પાર્ટીનું આયોજન કર્યું હતું. વાયરલ વીડિયોમાં રાખી લાલ લહેંગા પહેરીને ડાન્સ કરતી જોવા મળી હતી. તે પોતાની ખુશી વ્યક્ત કરતી જોવા મળી હતી. તેણે કહ્યું હતું કે હું આખરે છૂટાછેડા લઈ રહી છું અને આ મારી બ્રેકઅપ પાર્ટી છે. લોકો દુખી છે પણ હું ખુશ છું.
રાખી સાવંતના લગ્ન આદિલ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ તેણે આદિલ પર ઘણા આરોપો લગાવ્યા હતા. જે બાદ 7 ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી. રાખીએ આદિલ પર લગ્નેતર સંબંધોનો પણ આરોપ લગાવ્યો હતો.