શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસઃ રિયા અને શૌવિક ચક્રવર્તીની ન્યાયિક કસ્ટડી લંબાઇ, હવે 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે તમામ 6 આરોપી
ડ્રગ્સમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીને હજુ વધુ 14 દિવસ સુધી જેલમાં રહેવુ પડશે. બૉમ્બે હાઇકોર્ટે આજે રિયા અને શૌવિક સહિત તમામ 6 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત મામલામાં ડ્રગ્સમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીને હજુ વધુ 14 દિવસ સુધી જેલમાં રહેવુ પડશે. બૉમ્બે હાઇકોર્ટે આજે રિયા અને શૌવિક સહિત તમામ 6 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. આ મામલામાં હવે આગામી સુનાવણી 20 ઓક્ટોબરે થશે. હાલ રિયા અને શૌવિક મુંબઇની ભાયખલા જેલમાં બંધ છે. રિયા અને શૌવિક ઉપરાંત સેમ્યૂઅલ મિરાંડા, દિપેશ સાવંત, બાસિત પરિહાર, જૈદ વિલાત્રા આ કેસમાં આરોપી છે.
આ પહેલા રિયા સહિત 6 લોકોની જામીન અરજી પર 24 સપ્ટેમ્બરે સુનાવણી થઇ હતી. જેનો ફેંસલો 29 સપ્ટેમ્બર સુધી સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. આ પછી આજે થયેલી સુનાવણીમાં એનસીબીની દલીલોના આધાર પર 6 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીને લંબાવી દેવામાં આવી છે. આ પછી એકવાર ફરીથી રિયા સહિત 6 લોકોની જામીન અરજી પર સુનાવણી થવાની હતી, જેને બૉમ્બે હાઇકોર્ટે ફગાવી દીધી હતી.
રિયા અને શૌવિક પર છે ડ્રગ્સ ઇન્ડિકેટ ચલાવવાનો આરોપ
રિયા અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી પર ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવાનો આરોપ લાગેલો છે. સુશાંત સિંહ રાજપૂતના મોતને સીબીઆઇ તપાસ દરમિયાન ડ્રગ્સ એન્ગલ પણ સામે આવ્યો હતો, તે પછી એનસીબીની ટીમે પણ પોતાની પેનલ ઉતારીને તપાસ શરૂ કરી દીધી હતી. એનસીબીની તપાસમાં રિયા અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી ઉપરાંત સેમ્યૂઅલ મિરાંડા, દિપેશ સાવંત સહિતના 6 લોકો ડ્રગ્સને લેવડદેવડમાં આરોપી ઠર્યા હતા. એનસીબીએ આ સાથે તમામ 20 લોકોની ધરપકડ કરી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement