રીચા ચઢ્ઢાના વિરોધમાં અક્ષય કુમાર, સેનાના અપમાનને લઈ કહી આ મોટી વાત
અભિનેત્રી રિચા ચઢ્ઢા આ દિવસોમાં એક ટ્વિટને લઈને વિવાદમાં છે. અક્ષય કુમારે રિચા ચઢ્ઢાના ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરીને ટ્વિટર પર એક પોસ્ટ કરી છે.
Akshay Kumar On Richa Chaddha Tweet: અભિનેત્રી રિચા ચઢ્ઢા આ દિવસોમાં એક ટ્વિટને લઈને વિવાદમાં છે. ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં એક ટ્વિટમાં કહ્યું હતું કે "ભારતીય સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) નો હિસ્સો પાછો લેવા માટે તૈયાર છે, માત્ર સરકારના આદેશની રાહ જોઈ રહી છે". જેના જવાબમાં રિચા ચઢ્ઢાએ કહ્યું, "ગલવાન હાય" બોલી રહ્યું છે. આ કહ્યા બાદ રિચા વિવાદોમાં સપડાઈ હતી. હવે તેના આ ટ્વીટ પર અક્ષય કુમારની પ્રતિક્રિયા આવી છે.
Hurts to see this. Nothing ever should make us ungrateful towards our armed forces. Woh hain toh aaj hum hain. 🙏 pic.twitter.com/inCm392hIH
— Akshay Kumar (@akshaykumar) November 24, 2022
જોઈને દુઃખ થયું - અક્ષય કુમાર
અક્ષય કુમારે રિચા ચઢ્ઢાના ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરીને ટ્વિટર પર એક પોસ્ટ કરી છે. આ ટ્વીટમાં અક્ષયે લખ્યું, “આ જોઈને દુઃખ થાય છે. આપણે ક્યારેય આપણા સશસ્ત્ર દળો પ્રત્યે આટલું અહેસાન ફરામોશ ન થવું જોઈએ. જો તેઓ છે તો આપણે છીએ.
તમને જણાવી દઈએ કે, આ ટ્વીટ પછી રિચા સતત વિવાદોમાં છે. તેને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. લોકો તેમના પર સેનાનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
સેના પર કથિત અપમાનવાળુ ટ્વિટ ડિલીટ કરી રિચા ચઢ્ઢાએ માફી માંગી
તેના તાજેતરના ટ્વીટમાં, અભિનેત્રી રિચા ચઢ્ઢાએ માફી માંગી છે અને કહેવાનો પ્રયાસ કર્યો છે કે સૈન્ય પ્રત્યે સહાનુભૂતિ તેના લોહીમાં છે કારણ કે દાદા આર્મીમાં હતા અને મામા પેરાટ્રૂપર હતા. રિચા ચઢ્ઢાએ ટ્વિટર પર પોતાની માફી માગતા લખ્યું કે, "એ પણ વિચાર્યું કે જે ત્રણ શબ્દોને વિવાદમાં ઘસડી રહ્યા છે, તેના દ્વારા મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો કે દુઃખ પહોંચાડવાનો ન હોઈ શકે." હું માફી માંગુ છું અને એ પણ કહું છું કે જો મારા શબ્દોથી અજાણતા મારા સૈન્યમાંના મારા ભાઈઓમાં આ લાગણી પેદા થઈ હોય, જેમાં મારા દાદાજી એક શાનદાર ભાગ રહ્યા, તો મને દુખ થશે. 1960ના દાયકામાં ચીન-ભારત યુદ્ધ દરમિયાન લેફ્ટનન્ટ કર્નલ તરીકે તેમને પગમાં ગોળી વાગી હતી. મારા મામા પેરાટ્રૂપર હતા. તે મારા લોહીમાં છે.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું
અભિનેત્રી ચઢ્ઢાએ આગળ લખ્યું, "જ્યારે આપણા જેવા લોકોથી બનેલા રાષ્ટ્રને બચાવવા માટે કોઈનો પુત્ર શહીદ થાય છે અથવા ઘાયલ થાય છે, ત્યારે આખો પરિવાર પ્રભાવિત થાય છે અને હું અંગત રીતે જાણું છું કે તે કેવી રીતે અનુભવે છે. આ મારા માટે એક ભાવપૂર્ણ મુદ્દો છે.