શોધખોળ કરો
Advertisement
દેશ બાદ દુનિયામાં પણ ધોવાયુ 'સડક 2'નું ટ્રેલર, બનાવ્યો આ એકદમ ખરાબ રેકોર્ડ
'સડક 2'ના ટ્રેલરને દુનિયાભરમાં પણ નાપસંદ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મના ટ્રેલરે સૌથી વધુ ડિસ્લાઇક થવાનો રેકોર્ડ બનાવી લીધો છે
મુંબઇઃ ફિલ્મ 'સડક 2' દેશમાં તો ધોવાઇ પરંતુ હવે સમાચાર છે કે, 'સડક 2'ના ટ્રેલરને દુનિયાભરમાં પણ નાપસંદ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મના ટ્રેલરે સૌથી વધુ ડિસ્લાઇક થવાનો રેકોર્ડ બનાવી લીધો છે.
'સડક 2' યુટ્યૂબ પર સૌથી વધુ ડિસ્લાઇક થનારો વીડિયો છે. લગભગ 90 લાખથી વધુ ડિસ્લાઇક સાથે 'સડક 2' દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી વધુ ડિસ્લાઇક થનારો વીડિયો બની ગયો છે. બીજા નંબરે 1.16 કરોડ ડિસ્લાઇકની સાથે વર્ષ 2010 માં આવેલી પૉપ સ્ટાર જસ્ટિન બીબરનુ ગીત 'બેબી' છે, અને પહેલા નંબરે 1.82 કરોડ ડિસ્લાઇક સાથે સ્વંય યુટ્યૂબ દ્વારા પૉસ્ટ કરવામાં આવેલો '2018 રીવાઇન્ડ વીડિયો' છે. આમ 'સડક 2' ફિલ્મના ટ્રેલરે દેશની સાથે સાથે દુનિયામાં સૌથી વધુ ડિસ્લાઇક થવાના મામલે રેકોર્ડ બનાવી લીધો છે.
12 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવેલા આ 'સડક 2'ના ટ્રેલરને નેપૉટિઝમના કારણે સોશ્યલ મીડિયામાં જબરદસ્ત પછડાટ મળી, લોકોએ ખુબ ટ્રૉલ કર્યુ હતુ. અત્યારે આલિયા ભટ્ટ વિરુદ્ધનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર સડક-2ના ટ્રેપર પર દેખાઇ રહ્યો છે, બુધવારે રિલીઝ થયેલા આ ટ્રેલરને 5 કલાકમાં 12 લાખથી વધુ ડિસ્લાઇક્સ મળી છે.
14 જૂને બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતા બાદ બૉલીવુડમાં નેપૉટિઝમ અને ઇનસાઇડર-આઉટસાઇડર વચ્ચેની ચર્ચાનો મુદ્દો ગરમ છે. મહેશ ભટ્ટની આ ફિલ્મમાં તેની બન્ને દીકરીઓ આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ અને તેની સાથે સંજય દત્ત અને નિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂરનો નાનો ભાઇ આદિત્ય રૉય કપૂર પણ છે.
સડક-2 ફિલ્મ 28 ઓગસ્ટે ડિઝ્ની પ્લસ હૉટસ્ટર પર રિલીઝ થવાની છે. સડક-2ની સાથે મહેશ ભટ્ટ લગભગ બે દાયકા બાદ નિર્દેશનમાં પરત ફર્યા છે. તેમને 1999માં છેલ્લી ફિલ્મ કારતૂસ નિર્દેશિત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
મનોરંજન
Advertisement