(Source: ECI/ABP News/ABP Majha)
Aamir Khan: કાજોલની 'સલામ વેંકી'ની સ્ક્રીનિંગમાં પહોંચ્યો આમિર ખાન, પોતાના નવા લૂકથી બધાને ચોંકાવી દીધા
આમિર ખાને પાર્ટીની લાઈમલાઇટ લૂંટવાનું કામ કર્યું. સ્ક્રિનિંગમાં આમિર ખાન એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો, જેને જોઈને તેના ફેન્સ ઉત્સાહિત થઈ ગયા હતા. આમિર ખાનના નવા લૂકની ચર્ચા થઈ રહી છે.
Salaam Venky: કાજોલની આગામી ફિલ્મ સલામ વેંકીનું સ્ક્રિનિંગ ગઈ કાલે સાંજે રાખવામાં આવ્યું હતું. યુવરાજ સિંહથી લઈને હર્ષાલી મલ્હોત્રા અને તનિશા મુખર્જી સહિત અનેક સ્ટાર્સ સલામ વેંકીની સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા. પરંતુ આમીર ખાને મેળાવડાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. સ્ક્રિનિંગમાં આમિર ખાન એકદમ અલગ અંદાજમાં અને સ્ટાઇલમાં જોવા મળ્યો હતો. જેને જોઈને તેના ફેન્સ ઉત્સાહિત થઈ ગયા હતા. આમિર ખાનના નવા લૂકની ચર્ચા થઈ રહી છે.
આમિર ખાનનો લુક વાયરલ થયો હતો
સલામ વેંકીની સ્ક્રીનિંગમાં આમિર ખાને બધાનું ધ્યાન ખેંચી લીધું હતું. દરેક લોકો આમિરના લૂકના વખાણ કરી રહ્યા હતા. ફુલ ડેનિમ લુકમાં જોવા મળ્યો હતો. આમિર ખાન બ્લેક ટીશર્ટ સાથે ડેનિમ જેકેટ અને જીન્સમાં ડેશિંગ દેખાતો હતો. આમિર ખાને જેકેટની સ્લીવ્ઝ કોણી સુધી રાખી હતી. આમિરના લુકની વાત કરીએ તો સફેદ દાઢી અને મૂછમાં તેનો સ્વેગ અદભૂત લાગી રહ્યો હતો. આમિરની આ તસવીરો પર સોશિયલ મીડિયા યુઝર્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક કહે છે કે નવી ફિલ્મની તૈયારી ચાલી રહી છે તો કેટલાકે કોમેન્ટમાં ફાતિમાનો ઉલ્લેખ પણ કર્યો છે.
'પાપા કહેતે...' પર આમિર ખાનનો ડાન્સ
યાદ અપાવીએ કે ગયા મહિને પણ આમિર ખાન ચર્ચામાં હતો જ્યારે તેની પુત્રી આયરાએ બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી હતી. પાર્ટીના એક વીડિયોમાં આમિર ખાન તેના સુપરહિટ ગીત 'પાપા કહેતે હૈ' પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ભિયાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો આયરાની સગાઈની પાર્ટીનો છે, જ્યાં દરેક એન્જોય કરતા જોવા મળે છે. વીડિયોમાં જોવા મળ્યું હતું કે આ ખાસ અવસર પર આમિર ખાન પણ ખૂબ જ ખુશ છે અને પાપા કહેતે હૈ ગીત પર ડાન્સ કરી રહ્યો છે. આ સાથે જ આમિર સાથે તેનો કઝીન મન્સૂર ખાન પણ ડાન્સમાં જોવા મળી રહ્યો છે. તે જ સમયે વીડિયોમાં જોવા મળ્યું હતું કે આયરાની સાથે બાકીના મહેમાનો પણ આમિર માટે ચીયર કરી રહ્યા છે.
ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો