(Source: ECI/ABP News/ABP Majha)
ના હોય, સલમાન ખાને ગુપચુપ કરી લીધી સગાઈ, સામે આવી તસવીર
IIFA 2023ની પ્રેસ મીટમાં સલમાન ખાન ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. સલમાન ખાને તેના હાથમાં તેનું મનપસંદ બ્રેસલેટ પહેર્યું હતું. પણ એક બીજી બાબત ધ્યાને લેવા જેવી હતી. તે મધ્ય આંગળીમાં પહેરેલી વીંટી હતી.
બોલિવૂડના દબંગ સલમાન ખાન જ્યારે પણ સ્ક્રીન પર કે જાહેરમાં જોવા મળે છે ત્યારે ચાહકોની ખુશીનું કોઈ સ્થાન નથી રહેતું. સૌ કોઈ સલમાન ખાનની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે. ત્યારે આઈફા 2023ની પ્રેસ મીટ મંગળવારે યોજાઈ હતી. જ્યાં બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. જો કે સલમાન ખાનની દબંગ એન્ટ્રીએ સમગ્ર લાઈમલાઈટ લૂંટી લીધી હતી.
સલમાને લકી રિંગ પહેરી હતી
ઈવેન્ટમાં સલમાન ખાન ગ્રીન શર્ટ અને ગ્રે પેન્ટસૂટમાં જોવા મળ્યો હતો. અભિનેતાનો ડેશિંગ લુક જોઈને ચાહકો દંગ રહી ગયા હતા. સલમાન ખાને પણ મીડિયાને નિખાલસ પોઝ આપ્યા હતા. અને તસવીરો ખેંચાવી હતી. પરંતુ તેના લુકમાં આ વખતે એક ખાસ વાત હતી. સલમાન ખાને તેના હાથમાં તેનું મનપસંદ બ્રેસલેટ પહેર્યું હતું. પરંતુ એક બીજી બાબત ઉડીને લોકોના આંખે વળગતી હતી. અને તે વાત હતી સલમાન ખાને મધ્ય આંગળીમાં પહેરેલી વીંટી. અગાઉ સલમાન ખાનની આંગળીમાં આવી વીંટી ક્યારેય જોવા મળી ન હતી. જો કે આ વખતે સલમાને વીંટી પહેરતા જ સગાઈની અફવાએ જોર પકડયું હતું. તેને સલમાનની લકી રિંગ કહેવામાં આવી રહી છે.
ચાહકોએ કેવી પ્રતિક્રિયા આપી?
સોશિયલ મીડિયા પર સલમાન ખાનની આ વીંટી સાથેની તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. ફેન્સની ફની કોમેન્ટ્સ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું- સલમાન ખાન નસીબદાર છે.તો તેને કેમ નસીબ માટે કઈ પહેરવું જોઈએ. ફેન્સ સલમાન ખાનની વીંટીનાં વખાણ કરતાં થાકતા નથી. એક યુઝરનું માનવું છે કે આ વીંટી તેના પિતા સલીમ ખાનની છે. તેણે આ વીંટી તેના તમામ બાળકોને આપી છે.
સલમાનની સગાઈની અટકળો ચાલી
કેટલાક યુઝર્સે સલમાન ખાનની સગાઈ તરફ પણ ઈશારો કર્યો હતો. પરંતુ જ્યારે તેણે જોયું કે સલમાન ખાને તેની મધ્યમ આંગળીમાં વીંટી પહેરી છે, ત્યારે તેની આશાઓ પળવારમાં તૂટી ગઈ. એક યુઝરે તો રિંગને લકી ગણાવી કારણ કે તે સલમાન ખાન પહેરે છે. હવે આ લકી રિંગની વાસ્તવિક વાર્તા શું છે? અભિનેતાને તેના પિતાએ વીંટી ભેટમાં આપી છે કે નહીં? આ સવાલોના જવાબ ફક્ત સલમાન ખાન જ આપી શકે છે.