Sunil Dutt ની બર્થ એનિવર્સરી પર Sanjay Dutt શેર કરી Unseen તસવીરો, જાણો પોસ્ટ શેર કરી શું લખ્યું?
બોલિવૂડ અભિનેતા સંજય દત્તે તેના પિતા અને હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સુનીલ દત્તની બર્થ એનિવર્સરી પર એક પોસ્ટ શેર કરી છે.
Sanjay Dutt Instagram Post: બોલિવૂડ અભિનેતા સંજય દત્તે તેના પિતા અને હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સુનીલ દત્તની બર્થ એનિવર્સરી પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પોતાની અને સુનીલ દત્તની કેટલીક થ્રોબેક તસવીરોની ઝલક ચાહકોને બતાવી છે. સંજય દત્તનો તેના પિતા સાથે ખૂબ જ ગાઢ સંબંધ હતો. જેના પર અભિનેતાના ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. સંજય દત્તના ચાહકો આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
સંજય દત્તે તેના પિતા સાથે થ્રોબેક તસવીરો શેર કરી છે
આ તસવીરો સંજય દત્તે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે, "હું તમને ખૂબ પ્રેમ કરું છું અને તમને ખૂબ જ યાદ કરું છું પાપા... હેપ્પી બર્થ ડે! આઈ લવ યુ પપ્પા" તો બીજી તરફ તેની દીકરી ત્રિશાલાએ પણ સંજયની આ તસવીર પર કોમેન્ટ કરી અને લખ્યું- "હેપ્પી બર્થ ડે દાદાજી..". આ તસવીરોમાં સંજય દત્તે સુનીલ દત્ત સાથેના બાળપણની ઝલક પણ દેખાડી છે.
View this post on Instagram
સંજય દત્ત પોતાના પિતાને પ્રેરણાસ્ત્રોત માનતા હતા
સંજય દત્તનો તેના પિતા સાથે ખૂબ જ ગાઢ સંબંધ હતો. એકવાર આઈએએનએસને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે તેના પિતા વિશે ખુલીને વાત કરી હતી અને કહ્યું હતું કે, હું આજે જે પણ મુકામ પર છું તે માત્ર અને માત્ર મારા પિતાના કારણે જ છું. તેઓ મારા પ્રેરણા છે. એવો કોઈ દિવસ નથી ગયો કે જ્યારે મે તેમને યાદ ન કર્યા હોય.
સુનીલ દત્તે પોતાની કારકિર્દીની શરૂઆત રેડિયો જોકી તરીકે કરી હતી
જણાવી દઈએ કે સુનીલ દત્તનો જન્મ 6 જૂન 1929ના રોજ થયો હતો. જેમણે ફિલ્મો પહેલા 'રેડિયો સીલોન'માં રેડિયો જોકી તરીકે કામ કર્યું હતું. આ પછી તેમણે ફિલ્મ 'રેલ્વે પ્લેટફોર્મ' થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. ફિલ્મોમાં નામ કમાયા પછી તેમણે સુંદર અભિનેત્રી નરગીસ સાથે લગ્ન કર્યા. બંનેને ત્રણ બાળકો સંજય દત્ત, નમ્રતા દત્ત અને પ્રિયા દત્ત છે.