Ask SRK: ફેન્સે કરાવ્યું શાહરુખનના નામનું ટેટુ, અભિનેતાનો જવાબ સાંભળી તમે હસી પડશો
મુંબઈ: શાહરૂખ ખાન ફેન્સને સરપ્રાઈઝ કરવાની કોઈ તક છોડતો નથી. 20 ફેબ્રુઆરીએ પણ કિંગ ખાને ટ્વિટર પર #Askrk સેશન રાખીને તેના ચાહકોને ખુશ કર્યા હતા.
Shah Rukh Khan Ask SRK: મુંબઈ: શાહરૂખ ખાન ફેન્સને સરપ્રાઈઝ કરવાની કોઈ તક છોડતો નથી. 20 ફેબ્રુઆરીએ પણ કિંગ ખાને ટ્વિટર પર #Askrk સેશન રાખીને તેના ચાહકોને ખુશ કર્યા હતા. હંમેશની જેમ, ચાહકો શાહરૂખ ખાનને પ્રશ્નો પૂછ્યા અને બોલિવૂડના બાદશાહે ચાહકોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
Ask SRK સેશમાં ચાહકોએ શાહરુખ ખાનને અલગ-અલગ સવાલો કર્યા હતા. જેમાં અભિનેતાએ ખૂબ જ શાનદાર જવાબો આપ્યા હતા. એક ચાહકે પોતાના હાથ પર શાહરૂખ ખાનના નામું ટેટુની તસવીર શેર કરી છે, જેને જોઈને અભિનેતા શાહરુખે ખૂબ જ જોરદાર જવાબ આપ્યો છે. આ ટ્વિટ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યું છે.
ફેન્સના ટેટૂ પર શાહરૂખ ખાને પ્રતિક્રિયા આપી
સોમવારે ટ્વિટર પર શાહરૂખ ખાનના AskSRK સેશન દરમિયાન એક ચાહકે તેના હાથ પર કિંગ ખાનના નામનું ટેટૂ બનાવેલ તસવીર શેર કરી અને તે માટે ચાહકે શાહરૂખ ખાનને 'આ ટેટૂ વિશે એક શબ્દ કહેવા' કહ્યું હતું. આના પર શાહરૂખ ખાને પોતાનો જવાબ આપતાં કહ્યું છે કે- 'તમારો હાથ ચેકબુક જેવો લાગી રહ્યો છે.' શાહરૂખ ખાનનો આ મજેદાર જવાબ સાંભળ્યા પછી તમે પણ હાસ્ય રોકી નહીં શકો.
Your arm looks like my cheque book!!! https://t.co/u0MmmO268h
— Shah Rukh Khan (@iamsrk) February 20, 2023
શાહરૂખ ખાનને આ રીતે જવાબ આપવાની આ સ્ટાઈલ એકદમ અનોખી છે, જે ચાહકોને ઘણી પસંદ આવે છે. ચાહકોના કારણે શાહરૂખ ખાનને હિન્દી સિનેમાના ટોચના કલાકારોની યાદીમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ, શાહરૂખ ખાન પણ એસઆરકે સેશન દ્વારા ક્યારેય તેના ચાહકોને નિરાશ થવાની તક આપતો નથી.
શાહરૂખ ખાનની ઉંમરને લઈને થશે FIR? અભિનેતાને મોં પર જ ચાહકે કહ્યું કે...
શાહરૂખ ખાન 57 વર્ષનો છે, પરંતુ તેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો માત્ર મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. કિંગ ખાનની ફિટનેસ અને એબ્સ જોઈને દરેક લોકો થાપ ખાય જાય છે. બોલિવૂડના બાદશાહના એક ચાહકે આ વાતનો ખુલાસો કર્યો હતો. #Asksrkમાં કિંગ ખાનનો શર્ટલેસ ફોટો શેર કરતા એક પ્રશંસકે લખ્યું, 'હું ખાન સાહબ વિરુદ્ધ FIR દાખલ કરી રહ્યો છું. આ વ્યક્તિ જૂઠું બોલે છે કે તે 57 વર્ષનો છે.
ફેન્સનું ટ્વીટ વાંચીને શાહરૂખે લખ્યું હતું કે, મહેરબાની કરીને આવું ન કરો યાર. ઠીક છે, હું 30 વર્ષનો છું. હવે મેં તમને સાચુ કહ્યું છે. તેથી જ મારી આગામી ફિલ્મનું નામ 'જવાન' છે. 'પઠાણ' બાદ શાહરૂખ 'જવાન'ને પ્રમોટ કરી રહ્યો છે.
ફેન્સે શાહરૂખને સુખી લગ્ન જીવનનું રહસ્ય પૂછ્યું
સોમવારે શાહરૂખે તેના ચાહકો માટે Ask SRK સેશન રાખ્યું હતું. જેમાં અભિનેતાના ફેને તેને હેપ્પી મેરીડ લાઈફનું રહસ્ય પૂછ્યું હતું. ફેને પૂછ્યું, 'તમારા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું છે ? આનો જવાબ આપતા શાહરૂખે લખ્યું કે, ગૌરીનું દિલ અને મગજ સૌથી સરળ છે. તેણે અમને બધાને પરિવાર અને પ્રેમની અચ્છાઈમાં વિશ્વાસ અપાવ્યો છે." શાહરૂખના જવાબથી ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા છે અને તેના વખાણ કરી રહ્યા છે.