પઠાણ એક્ટર Shah Rukh Khan પડ્યો બીમાર, ટ્વિટ કરી બીમારી વિશે જણાવ્યું, ચાહકો ચિંતામાં
Shah Rukh Khan Health Update: આ દિવસોમાં શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ પઠાણના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેતાએ ટ્વિટર પર સવાલ-જવાબના સેશનમાં પોતે બીમારી છે તેવું જણાવ્યું હતું
Shah Rukh Khan Health Update: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન 17 ડિસેમ્બરે ટ્વિટર પર નંબર વન ટ્રેન્ડમાં રહ્યો. અભિનેતાએ તેની આગામી ફિલ્મ પઠાણના પ્રમોશન માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. અહીં શાહરૂખ ખાન #AskMeAnything સેશન હેઠળ તેના ચાહકોના પ્રશ્નોના જવાબ આપતા જોવા મળ્યા હતા. આ વાતચીતમાં અભિનેતાએ તેની હેલ્થ અપડેટ પણ આપી હતી જેનાથી ચાહકોની ચિંતા વધી ગઈ.
શાહરૂખને ઈન્ફેક્શન થયું
ટ્વિટર પર શાહરૂખ ખાનના #AskMeAnything સેશનમાં, એક ચાહકે તેની ખાવાની આદતો વિશે પૂછ્યું, જેના જવાબમાં શાહરૂખે ટ્વિટમાં કહ્યું, "તેને ઇન્ફેકશન થયું છે અને તે થોડો અસ્વસ્થ છે તેથી આજકાલ માત્ર દાળ ચાવલ જ ખાય છે.". શાહરૂખે કહ્યું કે તેને ઇન્ફેકશન મટી રહ્યું છે અને તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે પરંતુ કિંગ ખાનની હેલ્થ અપડેટ ટ્વિટર પર આવતા જ ચાહકોએ ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કર્યું. શાહરૂખ ખાનના ચાહકો તેને શુભકામનાઓ મોકલી રહ્યા છે.
ચાહકોએ ચિંતા વ્યક્ત કરી
શાહરૂખના ટ્વીટ પર જવાબ આપતા, એક ચાહકે કોમેન્ટ કરી કે, "@iamsrk ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે... ઇવેન્ટ્સ, શૂટ શેડ્યૂલ અને વધુ. જેથી મહેરબાની કરીને તમારે યોગ્ય ખોરાક લેવો જોઈએ જેથી તમારી તબિયત સારી રહે.અને સાથે આરામ પણ કરવો જોઈએ. અન્ય યુઝરે લખ્યું, "જલદી સાજા થાઓ, તમે સૌથી મજબૂત પઠાણ છો." અન્ય એક ચાહકે ચિંતા વ્યક્ત કરી, “ એવું લાગે છે કે ભારતમાં કંઈક ચાલી રહ્યું છે, હું આ હવે ઘણું સાંભળું છું..કાળજી રાખો. જલ્દી સ્વસ્થ થાઓ, ત્યારે અન્ય એક એ લખ્યું, " તમારી યોગ્ય કાળજી લો, અલ્લાહ હંમેશા તમારી રક્ષા કરે."
શાહરૂખે ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી
આ વાતચીત સેશનમાં શાહરૂખે અનેક અલગ-અલગ મુદ્દાઓ પર ચાહકોના સવાલોના જવાબ આપ્યા હતા. તેણે કુટુંબ, ફિફા વર્લ્ડ કપ, આઈપીએલ મેચો, કામ અને ચાહકો વિશેના રમુજી પ્રશ્નોના ચતુરાઈપૂર્વક જવાબ આપ્યા. તેની આગામી ફિલ્મ 'પઠાણ' વિશે, અભિનેતાએ ચાહકોને ફિલ્મ જોવાની અપીલ પણ કરી હતી. ફિલ્મ 'બેશરમ રંગ'ના પહેલા ગીત બાદ તેણે ખુલાસો કર્યો હતો કે આગામી ગીત અરિજીત સિંહના અવાજમાં રિલીઝ થવા જઈ રહ્યું છે.