શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુશાંત કેસને ઉકેલવા માટેનો છેલ્લો તબક્કો, આજે ફરીથી સાત દિવસ માટે મુંબઇ જશે CBIની ટીમ
સુશાંત કેસમાં સતત 21 દિવસની તપાસ બાદ સીબીઆઇ ટીમ દિલ્હી પરત પહોંચી છે. છેલ્લા ત્રણ દિવસોથી સીબીઆઇ ઓફિસામાં અત્યાર સુધીના તપાસના પરિણામો અને આગળની રણનીતિને લઇને બેઠક ચાલી રહી છે
મુંબઇઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ હવે છેલ્લે પડાવ પર પહોંચી ચૂકી છે. સીબીઆઇની ટીમ છેલ્લા તબક્કાના ઇન્વેસ્ટીગેશન માટે આજે સાત દિવસ માટે મુંબઇ જશે. હાલ સીબીઆઇને એવા કોઇ સબૂત નથી મળ્યા જેનાથી સાબિત થઇ શકે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. સીબીઆઇ હવે દિશા સાલિયાન કેસમાં આનો કોઇ સંબંધ શોધવાની કોશિશમાં છે. જોકે સીબીઆઇ હાલ સત્તાવાર કોઇ નિવેદન આપવા તૈયાર નથી.
સુશાંત કેસમાં સતત 21 દિવસની તપાસ બાદ સીબીઆઇ ટીમ દિલ્હી પરત પહોંચી છે. છેલ્લા ત્રણ દિવસોથી સીબીઆઇ ઓફિસામાં અત્યાર સુધીના તપાસના પરિણામો અને આગળની રણનીતિને લઇને બેઠક ચાલી રહી છે.
સુશાંત સિંહ રાજપૂત તપાસના સો દિવસ પુરા થવા જઇ રહ્યાં છે, પરંતુ સીબીઆઇ આ મામલમાં નવ દિવસ ચાલેલી અઢાઇ કોર્સની જેમ કામ કરી રહી છે.હવે સીબીઆઇ આ મામલામાં પુછપરછનો નવો તબક્કો શરૂ કરવા માટે ફરીથી મુંબઇ જઇ રહી છે.
આ મામલે સીબીઆઇ હાલ કોઇ રિપોર્ટ નથી આપવા જઇ રહી કેમકે સીબીઆઇમાં ફાઇનલ રિપોર્ટ બનાવવાની પ્રૉસેસ એટલી જટીલ છે કે તેને પુરા કરવા માટે મહિનાઓનો સમય લાગી જાય છે.આની સાથે દિશા સાલિયાનના મોત મામલાને પણ ફરીથી તપાસશે.
સુત્રો અનુસાર એઇમ્સની ફૉરેન્સિક ટીમ પોતાની રિપોર્ટ આગામી અઠવાડિયે સીબીઆઇને સોંપવા જઇ રહી છે. સુત્રોએ જણાવ્યુ કે સીબીઆઇ તરફથી સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે તે પોતાની રિપોર્ટમાં તે વાતોનો ઉલ્લેખ કરે જેને કોર્ટમાં સાબિત કરવામાં આવી શકે, કેમકે આ મામલામાં સીબીઆઇ એવુ કોઇ પગલુ ભરવા નથી માંગતી જેથી કોર્ટમાંથી તેને ઠપકો મળે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion