Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીને કોર્ટે શું આપી મોટી રાહત ? જાણો વિગત
કોર્ટે કહ્યું કે અભિનેત્રીએ અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસમાં જઈને દરરોજ હાજર થવું પડશે અને હાજરીની શીટને 6 જૂને કોર્ટમાં રજૂ કરવાની રહેશે.
(સૂરજ ઓઝા, એબીપી ન્યૂઝ)
Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત મોત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીને મુંબઈની કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેમને શરતી વિદેશ જવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે અભિનેત્રીએ અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસમાં જઈને દરરોજ હાજર થવું પડશે અને હાજરીની શીટને 6 જૂને કોર્ટમાં રજૂ કરવાની રહેશે. આ સાથે તેમને વધારાની સુરક્ષા તરીકે કોર્ટ રજિસ્ટ્રીમાં 1 લાખ રૂપિયા જમા કરાવવા પડશે.
રિયાની ડ્રગ્સ કેસમાં એનસીબીએ ધરપકડ કરી હતી અને તેના કારણે તેનો પાસપોર્ટ પણ જમા કરાવવામાં આવ્યો હતો. રિયાના વકીલે કોર્ટમાં અરજી કરી હતી કે રિયાને આઈફા એવોર્ડ માટે 2 જૂનથી 8 જૂન સુધી અબુધાબી જવાનું છે, જેના માટે તેને પોતાનો પાસપોર્ટ આપવામાં આવે.
View this post on Instagram
સપ્ટેમ્બર 2020માં તેની ધરપકડ કરવામાં આવી હતી.
વર્ષ 2020 માં એનસીબી દ્વારા રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ માટે તેમને 6, 7, 8 સપ્ટેમ્બર, 2020 ના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી અને 8 સપ્ટેમ્બરે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે જ દિવસે કોર્ટે તેને જેલ કસ્ટડીમાં મોકલી આપી હતી. આ પછી, આગામી મહિને એટલે કે 7 ઓક્ટોબર, 2020 ના રોજ, રિયા ચક્રવર્તીને હાઈકોર્ટે જામીન પર મુક્ત કરી હતી.
View this post on Instagram