Sushmita Senનું થયું બ્રેકઅપ, બોયફ્રેન્ડ રોહમન શૉલે છોડ્યું એક્ટ્રેસનું ઘર
બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. સુષ્મિતા સેન અને બોયફ્રેન્ડ રોહમન શોલ અલગ થઇ ગયા છે
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. સુષ્મિતા સેન અને બોયફ્રેન્ડ રોહમન શોલ અલગ થઇ ગયા છે. ચર્ચા છે કે એક્ટ્રેસે પોતાના મોડલ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ કરી લીધું છે. એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર સુષ્મિતા સેન અને રોહમન શૉલનું બ્રેકઅપ થઇ ગયું છે. બંન્નેએ તમામ સંબંધો ખત્મ કરી દીધા છે. જાણકારી અનુસાર રોહમન શૉલે સુષ્મિતા સેનનું ઘર છોડી દીધું છે. રોહમન હાલમાં પોતાના મિત્રના ઘરે રહે છે. આ સમાચારમાં કેટલી સત્યતા છે તે જાણી શકાઇ નથી પરંતુ એક્ટ્રેસના ફેન્સ આ સમાચારથી ખૂબ દુખી છે.
સુષ્મિતા અને રોહમન બોલિવૂડના મોસ્ટ એડોરેબલ કપલ્સ ગણાતા હતા. બંન્નેની જોડી લોકોને ખૂબ પસંદ આવી રહી હતી. સુષ્મિતા સેન બોયફ્રેન્ડ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હતી. સુષ્મિતા અને રોહમના ફેન્સ તેમના લગ્નને લઇને પણ સવાલ કરતા રહેતા હતા.
છેલ્લા દિવસોમાં રોહમને એક ઇન્ટરવ્યૂમાં સુષ્મિતા સાથે લગ્નને લઇને સવાલ પૂછ્યો હતો ત્યારે રોહમને કહ્યું કે સુષ્મિતા, તેમની દીકરીઓ અમે અગાઉથી એક પરિવાર છીએ. ક્યારેક હું બાળકો માટે પિતા છું તો ક્યારેક મિત્ર છું. અમે કોઇ અન્ય નોર્મલ પરિવારની જેમ છીએ. જ્યારે અમે લગ્ન કરીશું તો છૂપાવીશું નહીં.
કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે
Omicron Variant: દેશનાં આ રાજ્યમાં 'ઓમિક્રોન વિસ્ફોટ', એક જ દિવસમાં 33 નવા કેસ મળતા ખળભળાટ
કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ શું કરી મોટી જાહેરાત?
India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો ઓમિક્રોનના કેસ કેટલા થયા ?