Sushmita Sen: લલિત મોદી સાથેના સંબંધો અંગે 'સંપત્તિની લાલચી'ના આરોપ પર ભડકી સુષ્મિતા, પસંદગી અંગે કર્યો ખુલાસો
થોડા દિવસો પહેલાં બોલીવુડ સુપરસ્ટાર સુષ્મિતા સેન જાણીતા બિઝનેસમેન લલિત મોદીને ડેટ કરી રહ હોવાના સમાચાર આવ્યા હતા. આ સમાચારની ચર્ચા બધે થઈ રહી છે.

Sushmita Sen React On Called Gold Digger: થોડા દિવસો પહેલાં બોલીવુડ સુપરસ્ટાર સુષ્મિતા સેન જાણીતા બિઝનેસમેન લલિત મોદીને ડેટ કરી રહ હોવાના સમાચાર આવ્યા હતા. આ સમાચારની ચર્ચા બધે થઈ રહી છે. આ દરમિયાન સુષ્મિતા સેનને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. બીજી તરફ સુષ્મિતા સેનને સંપત્તિની લાલચી (Gold Digger) પણ કહેવામાં આવી હતી જેને લઈ હવે સુષ્મિતાએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ટ્રોલર્સ પર તેની ભડાસ કાઢી છે.
ટ્રોલર પર ભડકી સુષ્મિતા સેનઃ
ગત દિવસોમાં લલિત મોદીએ ટ્વિટ કરીને સુષ્મિતા સાથેના સંબંધો જાહેર કર્યા હતા અને બંને એક બીજાને ડેટ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સુષ્મિતા ટ્રોલ થઈ હતી જેનો જવાબ હવે સુષ્મિતાએ ઈંસ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ લખીને આપ્યો છે. આ નોટમાં સુષ્મિતાએ લખ્યું કે, "પાછલા દિવસોમાં મારું નામ ગોલ્ડ ડિગર - સંપત્તિની લાલચી કહીને સોશિયલ મીડિયા પર ઉછાળવામાં આવી રહ્યું છે. મારી ઘણી બધી ટીકા પણ થઈ રહી છે. પરંતુ હું આ ટીકાકારોની બિલકુલ પરવા નથી કરતો. હું સોનાની નહી પણ હીરાની પરખ કરવાનું હુનર રાખું છું. એવામાં કેટલાક બુદ્ધિજીવીઓ દ્વારા મને ગોલ્ડ ડિગર (સંપત્તિની લાલચી) કહેવું તેમની નિચલી માનસિકતાને દર્શાવે ચે. આ તુચ્છ લોકો સિવાય મને મારા શુભચિંતક અને પરિવારજનોનું સંપુર્ણ સમર્થન છે. કારણ કે હું સૂર્યની જેમ છું જે પોતાના અસ્તિત્વ અને વિવેક માટે હંમેશા ચમકતો રહેશે."
View this post on Instagram





















