કાર્તિક આર્યન બાદ Adipurushના ડિરેક્ટર પર મહેરબાન થયા ભૂષણ કુમાર, 4.2 કરોડ રૂપિયાની કાર ભેટમાં આપી
ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે ઓમ રાઉતને Ferrari F8 Treebuto ભેટમાં આપી છે
મુંબઇઃ ભૂષણ કુમાર કાર્તિક આર્યન બાદ ફિલ્મ આદિપુરુષના ડિરેક્ટર ઓમ રાઉત પર મહેરબાન થયા છે. ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે ઓમ રાઉતને Ferrari F8 Treebuto ભેટમાં આપી છે. ભૂષણે તેને આદિપુરુષ માટે આ ભેટ આપી છે. શું તમે જાણો છો કે તેની કિંમત શું છે?
આદિપુરુષના ડિરેક્ટરને એક વૈભવી ભેટ મળી
રિપોર્ટ્સ અનુસાર, ભૂષણ કુમારે આ કાર પોતાના કલેક્શનમાંથી ઓમ રાઉતને ગિફ્ટ કરી છે. Uber-luxurious Ferrari F8 Tributoની ભારતમાં કિંમત રૂ.4.02 કરોડ હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર ભૂષણ આદિપુરુષમાં ઓમના નિર્દેશનથી ખૂબ જ ખુશ છે. આદિપુરૂષને મળેલી પ્રસિદ્ધિથી ઉત્સાહિત ભૂષણ કુમારે ઓમને ફેરારી કાર ભેટમાં આપી છે.
રિપોર્ટ્સ અનુસાર, આ કારનો ઉપયોગ પહેલા માત્ર ભૂષણ જ કરતા હતા. આ કાર તેમના નામે રજીસ્ટર્ડ હતી. પરંતુ હવે તે ઓમ રાઉતના નામે કરવામાં આવી છે. ભૂષણ કુમાર પાસે કારનું સારું કલેક્શન છે. જો કે આદિપુરૂષને લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. તેમ છતાં ભૂષણ ઓમના કામથી ખૂબ જ ખુશ છે. તેઓ કોઈપણ વિવાદની પરવા કરતા નથી. મજાની વાત એ છે કે આ પહેલીવાર નથી જ્યારે ભૂષણે કોઈને કાર ગિફ્ટ કરી હોય. આ પહેલા પણ ભૂષણ પોતાના મનપસંદ સાથીઓ પર પૈસાની વર્ષા કરી ચૂક્યા છે.
કાર્તિકથી પણ પ્રભાવિત
અગાઉ ભૂલ ભૂલૈયા 2 ની સફળતાથી ખુશ થયેલા ભૂષણે કાર્તિક આર્યનને McLaren GT ભેટમાં આપી હતી. તેની બજાર કિંમત 4.70 કરોડ છે. આ કારમાં કાર્તિક આર્યન ફરતો જોવા મળ્યો હતો. કાર્તિકે આ કાર સાથે પોઝ આપતી તસવીર શેર કરી છે.
View this post on Instagram
T-Seriesની મેગા-બજેટ ફિલ્મ આદિપુરુષ 12 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સાઉથ સ્ટાર પ્રભાસ આ ફિલ્મમાં રાઘવ એટલે કે રામના રોલમાં હશે. બીજી તરફ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન લંકેશ એટલે કે રાવણના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં કૃતિ સેનન પણ છે જે સીતા એટલે કે જાનકીના રોલમાં હશે. આ ફિલ્મ હિન્દીની સાથે તેલુગુ, મલયાલમ, તમિલ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.