શોધખોળ કરો
અક્ષય કુમારે ડૉક્ટરોના સન્માનમાં ગાયુ 'તેરી મિટ્ટી' થીમ પર ભાવુક ગીત, તમે પણ સાંભળો એકવાર
ડૉક્ટરોની આ મહેનતને અભિનંદન અને સન્માન આપવા માટે બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર અને સિંગર બી પ્રાકએ ખાસ થીમ સૉંન્ગ ગાયુ છે

મુંબઇઃ કોરોના વાયરસથી દેશને બચાવવા માટે ડૉક્ટરો દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે. ડૉક્ટરોની આ મહેનતને અભિનંદન અને સન્માન આપવા માટે બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર અને સિંગર બી પ્રાકએ ખાસ થીમ સૉંન્ગ ગાયુ છે. આ ગીત 'તેરી મિટ્ટી' થીમ પર દેશભક્તિના લયમાં ગાયવામાં આવ્યુ છે. આ ગીત ખરેખર ભાવુક કરી દે એવુ છે.
આ ગીતમાં બન્ને સ્ટાર એવા ડૉક્ટરોને શ્રદ્ધાંજલિ આપતા દેખાઇ રહ્યાં છે, જે કોરોના મહામારી સામે દિવસ રાત થાક્યા વિના મહેનત કરી રહ્યાં છે. લોકોને જીવના જોમખે બચાવી રહ્યાં છે. આ ગીતની થીમ 'તેરી મિટ્ટી' ડૉક્ટરોને સમર્પિત છે.
આ ગીતને વીડિયો સાથે રિલીઝ કરવામાં આવ્યુ છે, અને આની શરૂઆતી લાઇન્સને છોડીને એકવાર ફરીથી લખવામાં આવ્યુ છે, આના વીડિયોની વાત કરીએ તો આમાં દુનિયાભરમાંથી મળી રહેલી ડૉક્ટરોની તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં એવા વિઝ્યૂઅલને પણ જગ્યા આપવામાં આવી છે જેમાં ડૉક્ટરો પર હુમલા થતા દેખાઇ રહ્યાં છે.
આ ગીતનું લીરિક્સ મનોજ મુંતશિરે લખ્યું છે, તેને એકદમ ભાવુક અંદાજમાં આને રજૂ કર્યુ છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
દેશ
Advertisement
