એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રૂઝ જેવા લૂક માટે ફોલો કરવું પડશે તેમનું ફિટનેસ રૂટીન, જાણો સિક્રેટ ડાયટ પ્લાન
Ileana D'Cruz Fitness Routine: બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રૂઝ લાખો દિલો પર રાજ કરે છે. તેમની એક્ટિંગની સાથે તે તેમના લૂક કારણે પણ ચર્ચામાં રહે છે.
બોલિવૂડ:Ileana D'Cruz Fitness Routine: બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રૂઝ લાખો દિલો પર રાજ કરે છે. તેમની એક્ટિંગની સાથે તે તેમના લૂક કારણે પણ ચર્ચામાં રહે છે.
બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રૂઝનું પરફેક્ટ લૂક પણ તેમની શાનદાર એક્ટિંગની સાથે ચર્ચામાં રહે છે. ફેન્સ ઇલિયાના ડી ક્રૂઝની ફિટનેસ અને લૂકના પણ કાયલ છે.. તેમનું કર્વી અને સિજલિગ ફિગર ઇલિયાનાની ખૂબસૂરતી અને ફિટનેસમાં ચાર ચાંદ લગાવી દે છે. જો કે આ સરળ નથી. આવું આકર્ષક ફિગર મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. તેની ઝલક આપણને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જોવા મળે છે.
ઇલિયાના ડી ક્રૂઝ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેમના ફિટનેસના વીડિયો શેર કરતી રહે છે. આ સાથે તે સારા સ્વાસ્થ્યની પ્રેરણા પણ આપે છે. ઇલિયાના ડી ક્રૂઝના કહ્યાં મુજબ તે જિમમાં વર્કઆઉટ કર્યાની બદલે નેચરલ એક્ટિવિટિ પર વધુ વિશ્વાસ કરે છે. તે જિમ બહું ઓછું કરે છે પરંતુ તેમના બદલે પિલાટેસ, રનિંગ, સ્વિમિગ કરવાનું પસંદ કરે છે. ઉપરાંત બોડીને પરફેક્ટ શેપમાં રાખવા માટે ઇલિયાના ડી ક્રૂઝ નિયમિત યોગ પણ કરે છે.
View this post on Instagram
પરફેક્ટ બોડી શેપ અને સ્વાસ્થ્ય માટે વર્કઆઉટની સાથે ઇલિયાના ડી ક્રૂઝ ડાયટ પર પણ એટલું ધ્યાન આપે છે. ઇલિયાના ડી ક્રૂઝનો સિક્રેટ ડાયટ પ્લાન એ છે કે, તે એક સાથે વધુ ખાવાનું અવોઇડ કરે છે. તે દરેક બે કલાક બાદ નાના-નાના મીલ્સ લે છે. ઉપરાંત ઇલિયાના ડી ક્રૂઝ બહારનું બજારનું ફૂડ શક્ય હોય ત્યાં સુધી લેવાનું અવોઇડ કરે છે. તે હંમેશા ઘરમાં બનેલ શુદ્ધ સાદુ અને ભોજન લેવાનું પસંદ કરે છે. ઉપરાંત તે ડાયટમાં ગ્રીન વેજિટેબલ્સ, સિઝનલ ફળો અને નારિયેળ પાણીને અવશ્ય સામેલ કરે છે. તે હંમેશા ઓઇલી ફૂડ, જંક ફૂડને અવોઇડ કરે છે. સાદું ફૂડ જ લેવાનું પસંદ કરે છે. તે નટસ અને નારિયેળ લેવાનું ભૂલતી નથી.