શોધખોળ કરો

બોલિવૂડની જાણીતી અભિનેત્રીએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ, વિકી કૌશલની 'છાવા' માં કર્યું હતું કામ

Kumkum Bhagya Actor Sanchita Ugale Death LIVE: ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ ટીવી ઉદ્યોગને આઘાત પહોંચાડ્યો છે. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ નાલાસોપારામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી.
  • ઘરે એકલી હતી ત્યારે સાડી વડે ફાંસો ખાધો, પોલીસ તપાસ ચાલુ.
  • પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી નથી, કારણ અસ્પષ્ટ જણાયું.
  • તેમણે 'કુમકુમ ભાગ્ય' અને 'છાવા' જેવી કૃતિઓમાં અભિનય કર્યો હતો.

Kumkum Bhagya Actor Sanchita Ugale Death: ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. અભિનેત્રી સંચિતા ઉગલેએ આત્મહત્યા કરી લીધી છે. તે 30 વર્ષની હતી. સંચિતા મુંબઈ નજીક નાલાસોપારા વિસ્તારમાં આવેલા અચોલે પોલીસ સ્ટેશનની હદમાં રહેતી હતી. આ ઘટના ગઈકાલે સાંજે 6:30 વાગ્યાથી 7:30 વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે. અભિનેત્રી સંચિતા ઉગાલેના અચાનક અવસાનના દુખદ સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે.

સંચિતા ઉગલેએ સાડી વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી (Actor Sanchita Ugale Death)

પોલીસે જણાવ્યું કે અભિનેત્રી પોતાના માતા-પિતા અને બહેન સાથે નાલાસોપારા વિસ્તારમાં રહેતી હતી. જે સમયે આ ઘટના બની તે સમયે તેઓ ઘરમાં એકલી હતી. પોલીસે એ પણ જણાવ્યું કે સંચિતાએ સાડી વડે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસે આગળ જણાવ્યું કે મહિલા પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો...'ફાયદા માટે થઈ રહ્યો છે મારા નામનો ઉપયોગ...' કઈ ફિલ્મને રિલીઝ થતા રોકવા દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો સલમાન

માહિતી અનુસાર, સંચિતા ઉગલે પોતાના માતા-પિતા અને 15 વર્ષની નાની બહેન સાથે આચોલે ગામ સ્થિત ઘરમાં રહેતી હતી. રવિવારે સાંજે આશરે 5:30 વાગ્યે તેમની બહેન અંજલિ કોઈ કામથી ઘરની બહાર ગઈ હતી. તે સમયે ઘરમાં અન્ય કોઈ સભ્ય હાજર નહોતું. આ દરમિયાન સંચિતાએ પોતાના બેડરૂમમાં સીલિંગ ફેન  સાથે સાડીના સહારે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણ થયા પછી પરિજનો અને સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક મહાનગરપાલિકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા.

વિક્કી કૌશલની 'છાવા' માં કર્યું હતું કામ

સંચિતા ઉગલે ટીવી અને ફિલ્મ જગતનો એક જાણીતો ચહેરો હતી. તેમણે ફિલ્મ "દિલવાલી દૂલ્હા લે જાયેગી" માં સુકૂનનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય ફિલ્મ "છાવા" માં તેમણે તારાબાઈની ભૂમિકા ભજવી હતી. સંચિતાએ "કુમકુમ ભાગ્ય" અને "વાગલે કી દુનિયા" જેવી ફેમસ ટીવી સીરિયલોમાં પણ અભિનય કર્યો હતો, જેનાથી તેમને દર્શકો વચ્ચે સારી ઓળખ મળી હતી.

View this post on Instagram
 
A post shared by Sanchita Ugale (@sanchita_ugale)

આત્મહત્યાનું કારણ સ્પષ્ટ નથી

હાલમાં સંચિતા ઉગલેની આત્મહત્યા પાછળનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. શરૂઆતી તપાસમાં કોઈ સુસાઇડ નોટની માહિતી સામે આવી નથી. આચોલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 194 હેઠળ અકસ્માત મોત (ADR) નોધ કરીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ પરિજનો અને નજીકના લોકોની પૂછપરછ કરીને આત્મહત્યાના કારણો શોધવાનો પ્રયાસ કરી રહી છે.

Frequently Asked Questions

અભિનેત્રી સંચિતા ઉગાલેનું અવસાન કેવી રીતે થયું?

અભિનેત્રી સંચિતા ઉગાલેએ નાલાસોપારામાં પોતાના ઘરે સાડી વડે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના ગઈકાલે સાંજે 6:30 થી 7:30 વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે.

સંચિતા ઉગાલે કઈ જાણીતી સીરિયલો અને ફિલ્મોમાં જોવા મળી હતી?

તેમણે 'કુમકુમ ભાગ્ય' અને 'વાગલે કી દુનિયા' જેવી ટીવી સીરિયલોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત, 'દિલવાલી દૂલ્હા લે જાયેગી' અને 'છાવા' જેવી ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી હતી.

સંચિતા ઉગાલેના મૃત્યુનું કારણ શું છે?

હાલમાં સંચિતા ઉગાલેની આત્મહત્યા પાછળનું કારણ સ્પષ્ટ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તેમને કોઈ સુસાઇડ નોટ મળી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
Embed widget