Tamannaah Bhatia સાથે ક્યારે લગ્ન કરશે ? આ સવાલ પર Vijay Varrma એ આપ્યો જવાબ
તમન્ના ભાટિયા અને વિજય વર્મા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.
Vijay Varma on marrying Tamannaah Bhatia: તમન્ના ભાટિયા અને વિજય વર્મા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.હવે વિજય વર્માએ લગ્નના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. તાજેતરમાં જ વિજય વર્માએ દિલ્હીમાં સાહિત્ય આજતકના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બંનેએ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફ વિશે પણ વાત કરી હતી. બોલીવૂડ અભિનેતા વિજય વર્મા અને તમન્ના ભાટીયા એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને કપલ ઘણી વખત એક સાથે પણ જોવા મળે છે.
View this post on Instagram
તમન્ના ભાટિયા સાથેના લગ્નના મુદ્દે વિજય વર્માએ મૌન તોડ્યું
જ્યારે તેને તમન્ના ભાટિયા સાથેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેના જવાબમાં વિજય વર્માએ કહ્યું, "કોઈ છોકરી નથી ઈચ્છતી કે હું લગ્ન કરું...પ્રથમ વાત તો આ છે ! આનો જવાબ ન તો હું મારી માતાને આપી શકું છુ કે ન અન્ય કોઈને.
View this post on Instagram
વિજયે વધુમાં કહ્યું કે આ સમયે તે પોતાના જીવનનો શ્રેષ્ઠ સમય જીવી રહ્યો છે. તેણે કહ્યું કે તેનો સૌથી મુશ્કેલ સમય એ હતો જ્યારે તેણે લાંબા સમયથી મોનસૂન શૂટઆઉટની થિયેટર રિલીઝની રાહ જોઈ હતી.
સંઘર્ષનો સમય યાદ કર્યો
તેણે કહ્યું કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેને મળેલી પ્રશંસા બાદ મને આશા હતી કે તેની રિલીઝ બાદ મારા જીવનમાં ઘણો બદલાવ આવશે પરંતુ એવું થયું નહીં. અભિનયની દુનિયામાં મારી ઓળખ બનાવવા માટે મારે ફરીથી શરૂઆત કરવી પડી અને મેં ઘણી નાની ભૂમિકાઓ કરી.
View this post on Instagram