(Source: ECI/ABP News/ABP Majha)
'આ કેટલી જાડી છે, ફિલ્મોમાં કેમ આવી ગઈ ?' જ્યારે બિકિની સીનને લઈ નયનતારા થઈ હતી ટ્રોલ
સાઉથ એક્ટ્રેસ નયનતારાની ફિલ્મી કરિયર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. અભિનેત્રીએ તેના શરૂઆતના દિવસોમાં ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો છે.
સાઉથ એક્ટ્રેસ નયનતારાની ફિલ્મી કરિયર ઉતાર-ચઢાવથી ભરેલુ રહ્યું છે. અભિનેત્રીએ તેના શરૂઆતના દિવસોમાં ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન તે પોતાના અફેરને કારણે ઘણી વખત હેડલાઈન્સમાં પણ રહી છે. લોકોએ નયનતારાને તેની એક્ટિંગ અને વધેલા વજનને કારણે ટ્રોલ પણ કરી છે.
નયનતારાએ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી તેની ડોક્યુમેન્ટરી સીરિઝ 'નયનથારાઃ બિયોન્ડ ધ ફેયરીટેલ'માં મુશ્કેલ સમયમાં આ બધી બાબતો વિશે વાત કરી છે. આ સીરિઝ ખૂબ ચર્ચામાં છે. આ ડોક્યુમેન્ટ્રીમાં તે ખુલ્લેઆમ તેના અંગત જીવન અને ફિલ્મી કરિયર સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ બધાની સામે રજૂ કરી રહી છે. આ બધી વાતો વચ્ચે નયનતારાએ પોતાના ફિલ્મી કરિયરની સૌથી મુશ્કેલ ક્ષણ વિશે પણ જણાવ્યું.
નયનતારાએ જણાવ્યું કે, તેણે ફિલ્મ 'ગજની' દરમિયાન સૌથી મુશ્કેલ સમયનો સામનો કર્યો હતો. તેણે 2005માં રીલિઝ થયેલી તમિલ ફિલ્મ 'ગજની'માં કામ કર્યું હતું, જે બાદ તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. તેણીની વિરુદ્ધ કરવામાં આવેલી 'બીભત્સ મોટાપા અંગેની ટિપ્પણીઓ'એ તેને ખૂબ જ નિરાશ કરી દીધી હતી.
View this post on Instagram
આ કમેન્ટ્સ વાંચીને મને ખૂબ જ ખરાબ લાગ્યું કે લોકો કહેતા કે તે શા માટે એક્ટિંગ કરી રહી છે ? ફિલ્મમાં આવું કેમ છે ? આ કેટલી જાડી છે ? તમે આ બધું કહી શકતા નથી. તમે અભિનેતાના કામ વિશે વાત કરી શકો છો, કદાચ આ યોગ્ય નથી. પરંતુ ડિરેક્ટરે મને જે કરવાનું કહ્યું હતું તે જ હું કરી રહી હતી. તેણે મને જે પહેરવાનું કહ્યું તે જ મેં પહેર્યું. હું ફિલ્મોમાં નવી હતી તેથી મારે કોઈને કંઈ કહેવાનું નહોતું.
આ દરમિયાન નયનતારાએ તેની 2007ની ફિલ્મ 'બિલ્લા' વિશે પણ વાત કરી જેમાં તેણે બિકીની પહેરી હતી. નયનતારાએ કહ્યું, 'આ આખો ડ્રામા મારા બિકીની સીનને કારણે હતો જે મેં કર્યો હતો, જે દરેક માટે મુદ્દો બની ગયો હતો. પરંતુ મેં એ જ વિચાર્યું હતું કે આ રીતે જ બધું બદલાય છે. મેં તે એટલા માટે નહોતું કર્યું કારણ કે મારે કંઈક સાબિત કરવું હતું, મેં તે કર્યું કારણ કે મારા ડિરેક્ટરે મને કહ્યું હતું કે આ સીન છે. તે જરૂરી છે તેથી મેં તે કર્યું. અને મને લાગે છે કે તેણે મારા માટે કામ પણ કર્યું.
'ગજની' સૌપ્રથમ તમિલ ભાષામાં નિર્દેશક એઆર મુરુગદોસ દ્વારા બનાવવામાં આવી હતી જેમાં દક્ષિણના અભિનેતા સુર્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેની સાથે અસિન પણ હતી, જેણે બાદમાં 2008માં હિન્દી ભાષાની ફિલ્મ 'ગજની'માં પણ કામ કર્યું હતું. તમિલ ફિલ્મમાં નયનતારાની ભૂમિકા બાદમાં દિવંગત અભિનેત્રી જિયા ખાને હિન્દી ભાષામાં ભજવી હતી. હિન્દી ભાષાની 'ગજની' પણ ડિરેક્ટર એ.આર. મુરુગાદોસે બનાવી હતી, જેમાં સુપરસ્ટાર આમિર ખાન લીડમાં હતો.