(Source: ECI/ABP News/ABP Majha)
Sharmila Tagore B'Day: લગ્ન પહેલા શર્મિલા ટાગોરે ભાવિ સાસુથી છુપાવી હતી આ વાત, મંસૂર અલી પટૌડી સાથે લગ્ન કરવા નહોતા આસાન
આજે પણ લોકો શર્મિલા ટાગોરની સુંદરતાના દિવાના છે. તેની એક્ટિંગની સાથે તેના ફેન્સ તેના લુક અને સ્ટાઈલને પણ પસંદ કરતા હતા. શર્મિલા ટાગોર 8 ડિસેમ્બરે તેમનો 78મો જન્મદિવસ ઉજવી રહી છે.
Happy Birthday Sharmila Tagore: 70ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી શર્મિલા ટાગોર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. શર્મિલા તેની ફિલ્મો કરતાં વધુ તેના લુક અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહી છે. તે દિવસોમાં દરેક યુવતી શર્મિલા ટાગોરની શૈલીને અનુસરતી હતી અને તેમના જેવા બનવાનો પૂરો પ્રયાસ કરતી હતી. એ દિવસોમાં જ્યાં દરેક અભિનેત્રીઓ ફિલ્મી પડદે સાડી-સુટમાં જોવા મળતી હતી ત્યાં શર્મિલા ટાગોર પહેલી અભિનેત્રી હતી જેણે બિકીની પહેરીને કેમેરાની સામે ધમાલ મચાવી દીધી હતી. આ બોલ્ડ અવતારના કારણે તેની સાથે કેટલીક એવી ઘટના બની જેનાથી તેને લાગ્યું કે કદાચ તે પોતાનો પ્રેમ મન્સૂર અલી ખાન પટૌડી ગુમાવી દેશે.
શર્મિલ ટાગોર ફિલ્મી પડદે બિકીની પહેરનાર પ્રથમ અભિનેત્રી હતી
શર્મિલા ટાગોરનો બિકીની લુક તેના ચાહકોને ફિલ્મી પડદે અને સામયિકોમાં પસંદ આવ્યો હતો, ત્યાં એક વર્ગ એવો પણ હતો જે તેનો સખત વિરોધ કરતો હતો. જો કે, લોકો તેના વિશે શું વિચારે છે અથવા શું કહે છે તેની શર્મિલાને સહેજ પણ પરવા નહોતી. તેણે 1966માં ફિલ્મફેર મેગેઝિન માટે બિકીની ફોટોશૂટ કરાવ્યું હતું. આ પછી, તે 1967માં રિલીઝ થયેલી ફિલ્મ 'એન ઈવનિંગ ઇન પેરિસ'માં સ્વિમસૂટમાં જોવા મળી હતી. 1967માં આવેલી ફિલ્મ 'આમને-સામને'માં તેનો સ્વિમસૂટ અવતાર ફરી એકવાર જોવા મળ્યો હતો. 70ના દાયકામાં બિકીનીનો ટ્રેન્ડ નહોતો અને શર્મિલા ટાગોર આ લૂકમાં ધમાલ મચાવી રહી હતી. જો કે તેની બિકીની સ્ટાઈલને કારણે ઘણો વિવાદ થયો હતો એટલું જ નહીં, તેના આ અવતાર પર સંસદમાં પણ હંગામો થયો હતો. ખેર, આ બધું હોવા છતાં શર્મિલા ટસથી મસ થતી નહોતી. જ્યારે મન્સૂર અલી ખાન પટૌડીની માતા તેને મળવા મુંબઈ આવી રહી હતી ત્યારે તે તેના બિકીની લુકથી ડરી ગઈ હતી અને તેની ફિલ્મનો તેનો બિકીની લુક મુંબઈની શેરીઓમાં પોસ્ટરના રૂપમાં દરેકનું ધ્યાન ખેંચી રહ્યો હતો.
શર્મિલાએ મન્સૂર અલી સાથેના સંબંધો બચાવવા માટે આ કામ કર્યું હતું
શર્મિલા ટાગોર સમજી શકતી ન હતી કે આ હોર્ડિંગ્સનું શું કરવું, તેને લાગ્યું કે જો મન્સૂર અલી ખાનની માતાએ તેનો બિકીની અવતાર જોયો તો તે તેને મન્સૂર અલી સાથે લગ્ન કરવા દેશે નહીં. પ્રેમ ગુમાવવાનો ડર તેને ખૂબ સતાવતો હતો. શર્મિલાને સમજાતું નહોતું કે શું કરવું જોઈએ. જોકે મન્સૂર અલી ખાન પટૌડીને શર્મિલાના તે બિકીની પોસ્ટર સામે કોઈ વાંધો નહોતો કારણ કે તે શર્મિલાના વ્યવસાયની જરૂરિયાતોને સમજતા હતા. પરંતુ શર્મિલા હજુ પણ કોઈ ચાન્સ લેવા માંગતી ન હતી. શર્મિલા ટૌગોરને કંઈ સમજાયું નહીં, તેથી તેણે ફિલ્મના નિર્માતાને ફોન કર્યો અને મુંબઈમાં તેના તમામ બિકીની પોસ્ટરો દૂર કરવા કહ્યું. મન્સૂર અલીની માતા આવે તે પહેલા શર્મિલાના બિકીની પોસ્ટરોને શેરીઓમાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ અભિનેત્રીએ રાહતનો શ્વાસ લીધો હતો. મન્સૂર અલી ખાન સાથેના સંબંધો બચાવવા માટે શર્મિલાએ ઘણા પાપડ બેલવા પડ્યા હતા. આજે મન્સૂર અલી ખાન આ દુનિયામાં નથી, પરંતુ લોકો આજે પણ તેમના પ્રેમના દાખલા આપે છે.
ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો