શોધખોળ કરો
કોરોના વાયરસથી સંક્રમિત આ એક્ટરનો કાપવો પડશે પગ, પત્નીએ આપી જાણકારી
નિકને બ્રોડવે અને વેટ્ર્સે માટે ઓળખવામાં આવે છે. ઉપરાંત તેણે થિયેટર ઇન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિઠ એવોર્ડ ટોની માટે પણ નોમિનેટ થયા હતા.

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 23 લાખને પાર કરી ગઈ છે. આ વાયરસે ઘણાં લોકોના જીવ લીધા છે. ત્યારે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કોરોનાવાયરસનો સામનો કરી રહેલ એક્ટર નિક કોર્ડેરોનો પગ કાપવો પડશે. નિક છેલ્લાં ઘણાં દિવસથી આ વાયરસના ચેપને કારણે હોસ્પિટલમાં ભરતી છે. એક્ટરની પત્ની અમેંડા ક્લૂટ્સે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ દુખદ સમાચારની જાણકારી આપી છે.
અમેંડાએ કહ્યું, આજે અમને એક દુખદ સમાચાર મળ્યા છે. તેના જમણાં પગમાં કેટલીક તકપીલ છે. તેમાં ક્લોટિંગ થઈ રહ્યું છે અને લોહી નીચે અંગુઠા પર જઈ રહ્યું છે. તેની સારવાર સર્જરથી પણ નથી થઈ શકી. ડોક્ટર્સે નિકને લોહી પાતળું થવાની દવા આપી છે, પરંતુ તેનાથી પણ બ્લડ પ્રેશર જેવી અનેક મુશ્કેલીઓ થવા લાગી. માટે અમે દવા બંધ કરી દીધી. માટે ડોક્ટર્સે પગ કાપવાનો નિર્ણય કર્યો છે. તેને સારી સારવાર મળી રહી છે. અમારા માટે પ્રાર્થના કરજો.
નિકને બ્રોડવે અને વેટ્ર્સે માટે ઓળખવામાં આવે છે. ઉપરાંત તેણે થિયેટર ઇન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિઠ એવોર્ડ ટોની માટે પણ નોમિનેટ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
