થોડા સમય અગાઉ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દિગ્ગજોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે ટિકિટની કિંમત ઘટાડવાની વાત કરી હતી. જે બાદ હવે ટિકિટોની કિંમત ઓછી કરવામાં આવી છે. એન્ટરટેઇનમેન્ટ સેક્ટરને મોટી રાહત આપતાં જીએસટીને 12 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
2/3
પીયૂષ ગોયલે જાહેરાત કરી છે કે ફિલ્મ બનાવવા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સની મંજૂરી ફિલ્મ નિર્માતાઓને આપવામાં આવશે. એટલું જ નહી પાયરેસી સામે લઢવા સિનેમેટોગ્રાફી એક્ટમાં એન્ટી-કૈમકોડિંગ પ્રાવધાન લાગુ કરવામાં આવશે. આ પહેલાં સિંગલ વિન્ડો ક્લિયરન્સ માત્ર વિદેશી ફિલ્મ નિર્દેશકોને જ મળતું હતું, પરંતુ હવે ભારતમાં કોઇપણ ભાષામાં ફિલ્મ શૂટ કરનારા નિર્દેશકોને આનો લાભ મળશે. આનાથી બોલિવૂડમાં ખુશી જોવા મળી રહી છે.
3/3
નવી દિલ્હી: સરકારે પોતાનું અંથિમ બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ કર્યા દરમિયાન નાણા મંત્રી પીયૂષ ગોયલે સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત ફિલ્મ ઉરીનો ઉલ્લેખ કર્યો હતો. આ બજેટમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે.