શોધખોળ કરો
Advertisement
આ હોટ એક્ટ્રેસે કરી અનામત નાબૂદ કરવાની તરફેણ, લોકોએ ઠાલવ્યો આક્રોશ, દેશદ્રોહનો કેસ નોંધવા અરજી
અનામત અંગે કરેલી ટ્વિટને લઈને હરિયાણાના ગુરુગ્રામમાં એક શખ્સે કંગના પર સંવિધાનનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેના આધાર પર કંગના વિરુદ્ધ દેશદ્રોહની ફરિયાદ નોંધાવી છે.
ગુરુગ્રામ: બોલિવૂડની આખાબોલી અભિનેત્રી કંગના રનૌત ફરી વિવાદમાં સપડાઈ છે. સુશાંત સિંહ રાજપુત મોત કેસ બાદ કંગના સતત પોતાની જ ઈન્ડસ્ટ્રી સામે આક્રમણ વલણ અપનાવી રહી છે. તેની વચ્ચે હાલમાં અનામતને લઈને કરેલી ટ્વિટને લઈ તે મુશ્કેલીમાં ફસાઈ છે.
કંગનાએ અનામતને લઈને એક ટ્વિટ કરી હતી. જેમાં તે તેની વિરુદ્ધ પોતાનો પક્ષ મુકી રહી છે. એક રિપોર્ટ અનુસાર, કંગનાના આ ટ્વિટને લઈને હરિયાણાના ગુરુગ્રામમાં એક શખ્સે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અહેવાલ અનુસાર, ફરિયાદ કરનાર ભીમસેનાના સ્થાનિક પ્રમુખ નવાબ સતપાલ તંવર છે, જેણે સેક્ટર 37ના પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. તેમણે કંગના પર સંવિધાનનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેના આધાર પર કંગના વિરુદ્ધ દેશદ્રોહની ફરિયાદ નોંધાવી છે.
વાસ્તવમાં, કંગનાએ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. તેમાં તેણે અનામતને લઈને પોતાનો વિચાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આધુનિક ભારતીય જાતિ વ્યવસ્થાને નથી માનતા અને અનામત વ્યવસ્થા પર માત્ર આપણું બંધારણ કાયમ છે.
કંગનાએ ટ્વિટમાં લખ્યું કે,“આધુનિક ભારતીય દ્વારા જાતિ વ્યવસ્થાનો અસ્વીકાર કરાયો છે, નાના શહેરોમાં તમામ જાણે છે કે, કાયદા અંતર્ગત આ સ્વીકાર્ય નથી અને માત્ર કેટલાક લોકો માટે પોતાને ખુશ રાખવાની આ શરમજનક રીત છે. માત્ર આપણા સંવિધાને અનામત તરીકે તેમને જાળવી રાખ્યા છે. આના વિશે વાત કરો.”
કંગનાના આ ટ્વીટ બાદ અને યૂઝર્સે તેના પર વાંધો ઉઠાવ્યો અને ખોટું નિવેદન આપવાનો આરોપ લગાવ્યો, બાદમાં કંગનાના સમર્થનમાં પણ ઘણા યૂઝર્સ આવ્યા અને તેની વાતને સાચી ગણાવવા લાગ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement