શોધખોળ કરો
Advertisement
Coronavirus: મુંબઈમાં બંધના આદેશ બાદ પણ શાહિદ-મીરાને જિમ જવું મોંઘુ પડ્યું, BMCએ કર્યું સિલ
રિપોર્ટ પ્રમાણે મુંબઈમાં બંધના આદેશ બાદ પણ શાહિદ માટે જિમ ખોલવામાં આવ્યું હતું. જેના પર કાર્યવાહી કરતા બીએમસીએ આ જિમને સીલ કરી દીધું છે.
મુંબઈ: કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. જેના કારણે મુંબઈમાં એક વ્યક્તિનું મોત પણ થઈ ચૂક્યું છે. એવામાં સરકારે અને બીએમસીએ નિર્દેશ આપ્યા હતા કે, મુબંઈમાં જિમ, ક્લબ, શૉપિંગ મોલ અને સ્વીમિંગ પુલને 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવે. સરકારના બંધના આદેશ બાદ પણ એક્ટર શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા રાજપૂત જિમ ગયા હતા અને તેમના માટે જિમ ખુલ્લુ રાખવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ પ્રમાણે શાહિદ અને મીરાને એન્ટી ગ્રેવિટી ક્લબની જિમમાં નજર આવ્યા હતા. જેના પર પગલા લેતા બીએમસીએ કથિત રીતે જિમને સીલ મારી દીધું છે.
રિપોર્ટ પ્રમાણે મુંબઈમાં બંધના આદેશ બાદ પણ શાહિદ માટે જિમ ખોલવામાં આવ્યું હતું. જેના પર કાર્યવાહી કરતા બીએમસીએ આ જિમને સીલ કરી દીધું છે. જ્યારે કોરોનાના સંક્રમણ વચ્ચે સોશિયલ મીડિયા પર શાહિદ કપૂરની ખૂબ આલોચના થઈ રહી છે.
જિમના સંચાલક યુધિષ્ઠિર જયસિંહે આ મુદ્દે કહ્યું કે, શાહિદ તેમને સારો મિત્ર છે. તેમનું કહેવું છે ક, શાહિદ માત્ર તેમને જિમમાં મળવા આવ્યો હતો. આ દરમિયાન જિમને ખોલવાની વાતને નકારી દીધી હતી. જયસિંહનું કહેવું છે કે શાહિદ તેના કેટલાક ઈક્વિપમેન્ટ્સ જિમમાં તેની પાસે રાખ્યા હતા. જેને લેવા આવ્યો હતો. જયસિંહે કહ્યું કે મહારાષ્ટ્રના આદેશાનુસાર જિમને બંધ રાખવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement