એક્ટ્રેસ શ્રીપદાનુ કોરોનાથી નિધન, વિનોદ ખન્નાની સાથે શેર કરી ચૂકી છે સ્ક્રીન
એક્ટ્રેસ શ્રીપદાનુ (Actress Sriprada) કોરોનાથી બુધવારે નિધન (Sriprada Passed Away) થઇ ગયુ છે. તેને હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. એક્ટ્રેસ શ્રીપદાના મોતની ખબર સાંભળતાં જ ફેન્સ આઘાતમાં સરી પડ્યા હતા.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના કેસો (CoronaVirus) ઝડપથી વધી રહ્યાં છે, સરકારે પોતાના લેવલ પર વાયરસને કાબુ કરવા માટે નવા પગલા ભરવાનુ શરૂ કરી દીધુ છે. પરંતુ આની કોઇ ખાસ અસર નથી દેખાઇ રહી. કેટલાય ફિલ્મ સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હવે એક્ટ્રેસ શ્રીપદાનુ (Actress Sriprada) કોરોનાથી બુધવારે નિધન (Sriprada Passed Away) થઇ ગયુ છે. તેને હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. એક્ટ્રેસ શ્રીપદાના મોતની ખબર સાંભળતાં જ ફેન્સ આઘાતમાં સરી પડ્યા હતા.
CINTAAના જનરલ સેક્રેટરીએ વાતની પુષ્ટી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે કરી છે. તેમને કહ્યું- કોરોનાની લહેરે (Covid-19) કેટલાય કિંમતી જીવનને અમારી પાસેથી છીનવી લીધા, જે લોકો મૃત્યુ પામ્યા છે, તેમના વિશે મીડિયામાં પહેલાથી જ લખવામાં આવી ચૂક્યુ છે. તેને ફરીથી કહેવાની જરૂર નથી. પરંતુ હાં શ્રીપદા (Actress Sriprada Death) અમારી ટીવી ઇન્ડસ્ટ્રીની ટીમની એક વરિષ્ઠ સભ્ય હતી.
રવિ કિશન સાથે પણ કર્યુ હતુ કામ....
શ્રીપદા ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની સાથે 2015માં આવેલી ફિલ્મ 'હમ તો હોઇ ગઇ ની તોહાર'માં દેખાઇ હતી. હવે તેના નિધનને બધાને તોડી નાંખ્યા છે. સુપરસ્ટાર રવિ કિશને તો કહ્યું- ખુબ દુઃખદ, તે મારી સહ-કલાકાર હતી. તેનો વ્યવહાર એકદમ સારો હતો, અને તે વિનમ્ર હતી, ભગવાન તેના પરિવારને આ કષ્ટને સહન કરવાનુ સાહસ આપે.
શ્રીપદાએ પોતાની કેરિયરમાં કેટલીય હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. એક્ટ્રેસે કરિયરની શરૂઆત વર્ષ 1978માં કરી હતી. આ પછી તેને 'પુરાના પુરુષ', વિનોદ ખન્ના સ્ટારર 'ધર્મ સંકટ'માં પણ દેખાઇ ચૂકી છે. તેને 'બેવફા સનમ' અને 'આજમાઇશ' જેવી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો જલવો બતાવ્યો હતો. શ્રીપદાએ 1993માં એક ટેલિવિઝન શૉ માટે ગેસ્ટ એપિયરન્સ પણ આપ્યો હતો.
દેશમાં કોરોનાની સ્થિતિ.....
દેશમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. બીજીવાર એક દિવસમાં 4 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 412,262 નવા કરોનાના કેસો નોંધાયા છે, અને 3980 સંક્રમિતોનો જીવ ગયો છે. જોકે 3,29,113 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે. આ પહેલા 30 એપ્રિલે દેશમાં કોરોનાના 401,993 નવા કેસ એક દિવસમાં નોંધાયા હતા.