શોધખોળ કરો
Advertisement
દબંગ-3નું ટ્રેલર થયું રિલીઝ, દમદાર અંદાજમાં જોવા મળ્યો સલમાન
દોઢ કલાકમાં જ ફિલ્મના ટ્રેલરને 5 લાખ લોકો જોઈ ચુક્યા છે, સલમાન ખાન પણ બે અલગ અલગ અવતારમાં ટ્રેલરમાં જોવા મળી રહ્યો છે.
મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતીક્ષિત ફિલ્મ દબંગ-3નું ટ્રેલર બુધવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ચાલુ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થઈ જવા રહી છે. ફિલ્મનું ટ્રેલર ઘણું દમદાર છે. દોઢ કલાકમાં જ ફિલ્મના ટ્રેલરને 5 લાખ લોકો જોઈ ચુક્યા છે.
સલમાન ખાનની આ ફિલ્મથી મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર ડેબ્યૂ કરી રહી છે. ટ્રેલરના કેટલાક સીન્સમાં સલમાન ખાન સઈ સાથે રોમાંસ કરતો જોવા મળી રહ્યો છે. ઉપરાંત સલમાન ખાન પણ બે અલગ અલગ અવતારમાં ટ્રેલરમાં જોવા મળી રહ્યો છે. એક અવતારમાં મૂંછ વગરના બિલકુલ યંગ અવતારમાં નજરે પડે છે, જ્યારે બીજા અવતારમાં મૂંછ સાથે શાનદાર પર્સનાલિટીવાળો પહેલા જેવો જ દબંગ લાગે છે.
ટ્રેલરની શરૂઆત સલમાન ખાનના એક ડાયલો સાથે થાય છે. જેમાં તે કહે છે, ‘એક હોતા હે પુલિસવાલા ઔર એક હોતા હૈ ગુંડા, ઔર એક હોતા હૈ પુલિસવાલા ગુંડા.’ ફિલ્મનું ઘણું શૂટિંગ જબરદસ્ત લોકેશન્સમાં કરવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં રોમાંસ, એકશન, ડાંસ અને મ્યુઝિક શાનદાર છે. દર્શકો ફિલ્મનો પૂરો આનંદ ઉઠાવી શકે તે માટે ટ્રેલરમાં તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. (વીડિયો સૌજન્યઃ યુટ્યૂબ)
Here it is...Pls take out time from your busy schedule and watch 3 mins of 'Dabangg 3' #Dabangg3Trailerhttps://t.co/BZRJWWSIPG@arbaazSkhan @sonakshisinha @saieemmanjrekar @PDdancing @KicchaSudeep @nikhil_dwivedi @SKFilmsOfficial @saffronbrdmedia
— Chulbul Pandey (@BeingSalmanKhan) October 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement