શોધખોળ કરો
Advertisement
Birthday Special: શું દીપિકાને પહેલી નજરમાં જ રણવીર સાથે થયો હતો પ્રેમ ? આ રીતે થઈ હતી મુલાકાત
રણવીર અને દીપિકા લગભગ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યા હતા.
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. શાહરુખ ખાન સાથે ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પોતાના કેરિયરમી શરૂઆત કરનારી દીપિકા બોલિવૂડની ટૉપ એક્ટ્રેસ બનીને ઉભરી છે અને દેશમાં જ નહીં ઈન્ટરનેશનલ સ્તરે દેશનું નામ રોશન કરવામાં સફળ રહી છે.
દીપિકા અને રણવીર સિંહ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત અને લોકપ્રિય કપલમાંથી એક છે. તો, આજે વાત કરીએ તેમના રિલેશનશિપ વિશે, કેટલીક એવી વાતો જે કદાજ તમને નહીં ખબર હોય....
રણવીર અને દીપિકા લગભગ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા અને તેના બાદ જ્યારે પોતાના કેરિયરની ટોચ પર હતા ત્યારે લગ્ન કરી લીધા હતા. ત્યારે તમને સવાલ થતો હશે આ બન્નેનું અફેર ક્યારથી શરૂ થયું અને શું બન્નેને પહેલી નજરમાં એકબીજાને પ્રેમ થઈ ગયો ? દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે રણવીર તેના જીવનમાં ખાસ બની જશે.
દીપિકાએ જણાવ્યું હતું કે રણવીરની ફિલ્મ બેન્ડ બાજા બારાતનો પ્રોમો જોયા બાદ તેને એક એજન્ટે રણવીરના ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે એક દિવસે મોટો સ્ટાર બનશે. પહેલા તો દીપિકાના લાગ્યું હતું કે, રણવીર તેના ટાઈપનો નથી પરંતુ ફિલ્મ જોયા બાદ તે રણવીરને મલી અને ખૂબજ પ્રભાવિત થઈ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે દીપિકા અને રણીવરની પ્રથમ મુલાકાત કોઈ એવોર્ડ ફંક્શનમાં થઈ હતી. જ્યાં રણવીરે દીપિકાને જોઈ હતી અને તેને જોતાં જ તેના પર ફિદા થઈ ગયો ગતો. બન્ને પહેલીવાર એક રેસ્ટોરેન્ટમાં મળ્યા હોવાની વાત પણ ચર્ચાતી રહી, જ્યાં રણવીરે લાગ્યું હતું કે શું કોઈ ખરેખર આટલું શાનદાર હોઈ શકે છે !
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે રામીલા, પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ફિલ્મ નિર્માતા સંજય લીલા ભંસાલીએ પોતાની ફિલ્મ રામલીલામાં બન્નેને વધુમાં વધુ સમય સાથે વિતાવાવની તક આપી હતી. કહેવાય છે કે તે દરમિયાન બન્ને એકબીજાની ખૂબજ નજીક આવ્યા હતા અને ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement