દીપિકાના હાલ ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડથી વધુ, ટ્વિટર પર 2.5 કરોડથી વધુ અને ફેસબુક પર 3.40 કરોડથી વધુ ફેન્સ છે. એવામાં ઇન્સ્ટાગ્રામ પર વેબસાઈટની જાહેરાત સાથે જ www.deepikapadukone.com સાઈટ પર 3 કરોડ લોકોમાંથી ટ્રાફિક એકસાથે આવવા માંડે તો શું હાલત થાય? તે આજે જોવા મળી ગયું, જેના પરિણામ સ્વરૂપે સાઈટ ક્રેશ અને સર્વર ઠપ્પ થઇ ગયું હતું.
2/3
ઇન્સ્ટાગ્રામ પર આ સરપ્રાઈઝની જાણ કરતા તેણે દુનિયા સામે પોતાની વેબસાઈટ - www.deepikapadukone.com ખુલ્લી મૂકી. રસપ્રદ વાત એ છે કે વેબસાઈટની જાહેરાત થયાની થોડી જ વારમાં ફેન્સનો સાઈટ પર લોડ વધી જતા સાઈટ ક્રેશ થઇ ગઈ અને સર્વર પણ ઠપ્પ થઇ ગયું હતું.
3/3
મુંબઈઃ શ્રીલંકામાં હનીમૂનની વચ્ચે પોતાના બર્થડેની ઉજવણી કરી રહેલ દીપિકા પાદુકોણએ પોતાના 33મા બર્થડે પર પોતાના ફેન્સને એક ખાસ ભેટ આપી છે. લગ્ન બાદ દીપિકાનો આ પ્રથમ બર્થડે છે અને 4 જાન્યુઆરીએ જ તેણે પોતાના સોશિયલ મીડિયા પર એ વાતના સંકેત આપ્યા હતા કે તે જન્મદિવસ પર કંઈક નવી જાહેરાત કરવાની છે.