14-15 નવેમ્બરના રોજ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે લગ્નના બંધનમાં જોડાવા જઈ રહ્યા છે. શુક્રવારે રાત્રે આ દંપતી ઇટાલીમાં જવા રવાના થયા હતા. મુંબઈ એરપોર્ટ પર બંન્ને વ્હાઇટ કલરના ડ્રેસમાં જોવા મળ્યા હતા.
2/4
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. શુક્રવારે મોડી રાત્રે બન્ને ઈટલી માટે રવાના થઈ ગયા છે. તેની સાથે જ તેમનો ઘણો સામાન પણ ગયો છે. બન્નેએ સફેદ રંગના કપડા પહેર્યા હતા જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. દીપિકા માટે લગ્નની તૈયારીમાં ખાસ વસ્તુ છે, જેના માટે ખાસ તૈયારીઓ પણ શરૂ થઈ છે.
3/4
દીપિકાની ખાસ હેરસ્ટાઇલિસ્ટ અમિત ઠાકુર અને ગબરૈલ જૉર્જિયો રવિવારની સવારે ઇટાલી જવા રવાના થઇ ગયા છે. આ ઉપરાંત, દીપિકાના મેનેજર કરિશ્મા પ્રકાશ પણ લગ્ન સ્થળ માટે રવાના થઇ ગયા છે.
4/4
લગ્નન તસવીરો લીક ન થાય તે માટે ઇવેન્ટ્સમાં સેલફોન્સની પરવાનગી આપવામાં આવી નથી. મહેમાનો પણ વધારે નહીં હોય. સમાચાર મુજબ, કેટલાક નજીકના જ મિત્રો અને સંબંધીઓ સિવાય, આ લગ્નમાં વધુ લોકોને આમંત્રિત કર્યા નથી.