શોધખોળ કરો
Advertisement
બોલીવૂડના આ દિગ્ગજ અભિનેતા લોકડાઉનમાં ગામડે કરી રહ્યા છે ખેતી, VIDEO
આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ફેન્સ તેમના આ અંદાજને ખૂબ જ લાઈક અને શેર કરી રહ્યા છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા ધર્મેન્દ્ર હાલ ફિલ્મી દુનિયાથી દુર છે. એવામાં ફેન્સ પણ જાણવા માટે ઉત્સુક છે કે હાલ આ દિવસોમાં તે કયા છે અને શુ કરી રહ્યા છે ? લાઈમલાઈટથી દૂર ધર્મેન્દ્ર હાલ ખૂબ જ સરળ જીવન પસાર કરી રહ્યા છે અને પોતાના ગામમાં લોકડાઉનનો આનંદ લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્ર છેલ્લા ઘણા સમયથી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. આ વીડિયોને તેમના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘર્મેન્દ્રના આ વીડિયો ખૂબ જ ખાસ છે.
સામે આવેલા વીડિયોમાં ધર્મેન્દ્ર ટ્રેક્ટર પર બેઠા છે અને જણાવી રહ્યા છે કે આટલુ નાનુ ખેતર તો પોતે જ ખેડી લે છે. આ સાથે જ વીડિયોમાં પોતાના ગામ સાથે તે પોતાની જૂની વૈનિટી વેન પણ બતાવે છે. હાલ તેઓ મુંબઈમાં નથી અને તેમની વૈનિટી પણ તેમની સાથે ફાર્મ હાઉસમાં છે. તેમણે વીડિયોમાં પોતાની મોટી વૈનિટી વેન બતાવી છે. વીડિયો શેર કરતા ધર્મેન્દ્ર જણાવે છે કે જ્યારે અમે ફિલ્મોના શૂટિંગમાં જતા ત્યારે આ વૈનિટી વેનનો ઉપયોગ કરતા હતા. હવે તેમણે આ વેનને હાઉસ ઓન વીલ બનાવી દીધી છે.
આ સાથે જ ધર્મેન્દ્રએ ફૂલોની ખેતીનો વીડિયો પણ શેર કર્યો છે. તેમણે કહ્યું, ખેડૂતોએ આવા જ સપના જોવા જોઈએ. આ બધુ માલિકની મહેર અને તમારા બધાની દુઆઓનું પરિણામ છે. દુઆ કરૂ છુ કે આ રીતે જ તમે બધા ખુશ રહો, હસતા રહો. લવ યૂ ઓલ.
ધર્મેન્દ્રના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ફેન્સ તેમના આ અંદાજને ખૂબ જ લાઈક અને શેર કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement