Video: ટીવી પર પોલોની રમત જોતો કૂતરો મુકાયો આશ્ચર્યમાં, જુઓ કૂતરાની માસૂમિયત
નાના બાળકોની જેમ જ પ્રાણીઓની માસૂમિયત પણ બધાનું દિલ જીતી લેતી હોય છે.
Trending: નાના બાળકોની જેમ જ પ્રાણીઓની માસૂમિયત પણ બધાનું દિલ જીતી લેતી હોય છે. ખાસ કરીને ઘરમાં પાળવામાં આવતાં પ્રાણીઓ જે આપણી સામે જ હોય છે અને આપણને તેમની ક્યુટ અને માસૂમ હરકતોને કેમેરામાં કૈદ કરવાની તક મળે છે.
સોશિયલ મીડિયા પર પાલતૂ પ્રાણીઓના વિવિધ પ્રકારના વીડિયા વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો પાલતુ કૂતરાનો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક કૂતરો ટીવી સ્ક્રીન સામે ઉભો રહીને પૂંછડી હલાવતો પોલોની રમત જોઈ રહ્યો છે. પોલોમાં જ્યારે ખેલાડી પોલો બોલને ગોલ કરવા માટે પોલો સ્ટિકથી ઉછાળીને દૂર મારે છે તો કૂતરાનું રિએક્શન જોવા જેવું હોય છે. આ કૂતરાને લાગે છે કે બોલ હવે ટીવી સ્ક્રીનની બહાર આવશે અને તે કૂતરો એક જ નજરે બોલને ટીવી સ્ક્રીનથી લઈને ટીવીની બહાર સુધી પીછો કરવાનો પ્રયત્ન કરે છે.
Where did the ball go? 😅 pic.twitter.com/BVG2LZ28cr
— Buitengebieden (@buitengebieden) June 1, 2022
આ કૂતરો માસૂમ છેઃ
કૂતરાની માસૂમિયત આ વીડિયોમાં જોઈ શકાય છે. બોલ જ્યારે કુતરાને ટીવી સ્ક્રીનથી બહાર આવતો નથી દેખાતો ત્યારે કૂતરો એ જ દિશામાં ઘરમાં જ આગળ વધે છે અને ઘરની બારીમાં જઈને બોલને શોધવા લાગે છે. કૂતરાને આમ કરતો જોઈને તમે તેની માસૂમિયત પર હસી પડશો.
વીડિયોને મળી હજારો લાઈક્સઃ
ક્યુટ કૂતરાનો આ વીડિયોને હજારો લોકો પસંદ કરી ચુક્યા છે અને આ વીડિયોને એક લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોને ટ્વિટર અકાઉન્ટ પર શેર કરતાં કેપ્શન લખવામાં આવ્યું છે કે, બોલ ક્યાં ગયો? (where did the ball go?)
આ પણ વાંચોઃ




















