કંગનાની 'ઇમર્જન્સી'નું ટીજર રિલીઝ, હૂબહૂ પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીનો લૂક ધારણ કરીને એક્ટ્રેસે બધાને ચોંકાવ્યા, જુઓ........
બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ની આગામી ફિલ્મ ઇમર્જન્સી (Emergency) ખુબ ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝમાં હજુ સમય છે,
Kangana Ranaut Emergency Teaser: બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ની આગામી ફિલ્મ ઇમર્જન્સી (Emergency) ખુબ ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝમાં હજુ સમય છે, પરંતુ તે પહેલા ફિલ્મમાંથી કંગના રનૌતના ફર્સ્ટ લૂકની સાથે ફિલ્મનુ ધમાકેદાર ટીજર રિલીજ થઇ ગયુ છે. ફિલ્મમાં કંગના દિવંગત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવી રહી છે. પદડા પર કંગના સૌથી શક્તિશાળી અને ચર્ચિત રાજનેતાઓમાંથી એક ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં દેખાશે.
કંગના રનૌતે આ ફિલ્મનુ પૉસ્ટ રિલીઝ કરી દીધી છે, કંગનાએ પૉસ્ટરના કેપ્શનમાં લખ્યું - ઇમર્જન્સીનો ફર્સ્ટ લૂક છે. દુનિયાના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી અને વિવાદાસ્પદ મહિલાઓમાંની એકનુ ચિત્રણ.
View this post on Instagram
આ તસવીર ઉપરાંત કંગનાએ ફિલ્મની એક ઝલક પણ બતાવી છે, અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં 1971ની એક ઘટના બતાવવામાં આવી છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે, ઇન્દિરા ગાંધીએ તમામ ઓફિસર મેડમની જગ્યાએ 'સર' કહીને સંબોધિત કરતા હતા, આ વીડિયોમાં કંગનાના લૂકથી લઇને બોલવાની સ્ટાઇલ ખુબ શાનદાર છે.
View this post on Instagram
ક્યારે રિલીઝ થશે ફિલ્મ ઇમર્જન્સી -
આ ફિલ્મ દિવંગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંગના ફિલ્મ ઇમર્જન્સીને નિર્દેશિત કરવાની સાથે સાથે પ્રૉડ્યૂસ પણ કરશે. આ ફિલ્મ 25 જૂન 2023માં રિલીઝ થશે. થોડાક દિવસો પહેલા કંગનાએ એક પૉસ્ટ શેર કરીને આની રિલીઝ ડેટનુ એલાન કર્યુ હતુ.
આ પણ વાંચો..........
Horoscope Today 14 July 2022: મિથુન, કન્યા, મકર રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, જાણો આજનું રાશિફળ
ફક્ત ખાવાનું અને જનસંખ્યા વધારવી, આ કામ તો પ્રાણીઓ પણ કરે છેઃ મોહન ભાગવત
T20 વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટી20 સીરીઝ, આ રહ્યું પુરેપુરુ શિડ્યૂલ
India Corona Cases Today: કોરોનાના કેસમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત ?
IOS 16: Public Beta વર્ઝન રિલીઝ, આ રીતે કરો તમારા iPhoneમાં ઇન્સ્ટૉલ