શોધખોળ કરો

Emmy Awards 2022: ફેમસ વેબ સિરીઝ Squid Gameએ રચ્યો ઈતિહાસ, બેસ્ટ એક્ટર સહિત 6 એવોર્ડ જીત્યા

74મા પ્રાઇમ ટાઇમ એમી એવોર્ડ્સ (Emmy Awards 2022) ની જાહેરાત કરવામાં આવી છે અને દક્ષિણ કોરિયન વેબ સિરીઝ 'સ્ક્વિડ ગેમ'એ ઇતિહાસ રચ્યો છે.

Squid Game Actor Lee Jung Jae Makes History: 74મા પ્રાઇમ ટાઇમ એમી એવોર્ડ્સ (Emmy Awards 2022) ની જાહેરાત કરવામાં આવી છે અને દક્ષિણ કોરિયન વેબ સિરીઝ 'સ્ક્વિડ ગેમ'એ ઇતિહાસ રચ્યો છે. સ્ક્વિડ ગેમના લીડ એક્ટર લી જુંગ-જેએ તેની મજબૂત એક્ટિંગના દમ પર બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. લી જુંગ-જેએ જેસન બેટમેન (ઓઝાર્ક), બ્રાયન કોક્સ (સક્સેશન), બોબ ઓડેનકિર્ક (બેટર કોલ શાઉલ), એડમ સ્કોટ (સેવરન્સ) અને જેરેમી (સક્સેશન) જેવા દિગ્ગજ કલાકારોને હરાવીને આ ટાઇટલ જીત્યું છે. તેણે આ વર્ષની શરૂઆતમાં 'સ્ક્વિડ ગેમ' માટે SAG એવોર્ડ પણ જીત્યો છે.

'સ્ક્વિડ ગેમ'ના નિર્માતા પણ છવાયેલા રહ્યાઃ

'સ્ક્વિડ ગેમ'ના નિર્માતા હ્વાંગ ડોંગ-હ્યુકે પણ સમગ્ર એવોર્ડ સમારંભમાં પ્રભુત્વ જમાવ્યું હતું. તે ડ્રામા સિરીઝ માટે એવોર્ડ જીતનાર પ્રથમ એશિયન દિગ્દર્શક અને બિન-અંગ્રેજી ભાષાની સિરીઝ માટે એવોર્ડ જીતનાર પ્રથમ દિગ્દર્શક પણ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ વેબ સિરીઝ ખુબ જ હિટ સાબિત થઈ હતી અને આ સિરીઝે વ્યુઅરશીપના તમામ રેકોર્ડ તોડ્યા હતા.

'Squid Game' ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ હતી અને તે આવતાની સાથે જ તેનો છવાઈ થઈ ગઈ હતી. ભારતમાં પણ લોકોને તે ખૂબ જ ગમી હતી. પાર્ક હી-સૂ, વાઈ હા-જૂન, હોયોન જંગ, ઓ યેઓંગ-સુ, હીઓ સુંગ-તાઈ, અનુપમ ત્રિપાઠી અને કિમ જૂ-ર્યોંગ જેવા કલાકારોએ પણ પ્રશંસનીય કામ કર્યું છે. આ વેબ સિરીઝની વાર્તા એક એવી ગેમની આસપાસ ફરે છે જ્યાં 456 ખેલાડીઓ, જે તમામ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. આ તમામ ખેલાડીઓ પાંચ અબજથી વધુ રુપિયા જીતવા માટે બાળકોની રમતોની સિરીઝ સ્ક્વિડ ગેમ રમવા માટે તેમના જીવનને જોખમમાં મુકે છે.

'સ્ક્વિડ ગેમ'એ 6 એવોર્ડ જીત્યાઃ

એમી એવોર્ડ 2022માં, 'સ્ક્વિડ ગેમ'ને કુલ 14 નોમિનેશન મળ્યા હતા જેમાંથી કુલ 6 એવોર્ડ જીત્યા છે. તેને ગયા વર્ષના વિનર શો 'સક્સેશન'થી જોરદાર ટક્કર મળી હતી અને આ વખતે પણ તે બેસ્ટ ડ્રામા સિરીઝનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. તેમ છતાં, એમી એવોર્ડ્સ 2022માં 'સ્ક્વિડ ગેમ'ની ઐતિહાસિક સિદ્ધિને નકારી શકાય નહીં. લી યુ-મીએ ગેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો. 'સ્ક્વિડ ગેમ'ને ઉત્કૃષ્ટ સ્પેશિયલ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટેનો એવોર્ડ પણ મળ્યો હતો. તે જ સમયે, ઉત્કૃષ્ટ સ્ટંટ પરફોર્મન્સ, ઉત્કૃષ્ટ ઉત્પાદન ડિઝાઇન માટે પણ તેની પ્રશંસા કરવામાં આવી હતી. તેની બીજી સિઝન પણ ટૂંક સમયમાં આવી રહી છે.

ટોપ સ્ટોરી

ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
Air Pollution: દિવાળીની આતશબાજીથી અમદાવાદમાં ગૂંગળામણ, થલતેજમાં AQI 276 સાથે સૌથી વધુ પ્રદૂષણ
Air Pollution: દિવાળીની આતશબાજીથી અમદાવાદમાં ગૂંગળામણ, થલતેજમાં AQI 276 સાથે સૌથી વધુ પ્રદૂષણ
માર્નસ લાબુશેનને મોટો ઝટકો! ખરાબ ફોર્મના કારણે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર
માર્નસ લાબુશેનને મોટો ઝટકો! ખરાબ ફોર્મના કારણે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર
Embed widget