શોધખોળ કરો
Advertisement
‘ફેવીક્વિક દાદી’નું નિધન, કયા ફિલ્મમાં માતાનું પાત્ર ભજવ્યું હતું? જાણો વિગત
વર્ષ 2018માં રિલીઝ થયેલ અજય દેવગણની ફિલ્મ ‘રેડ’માં સૌરભ શુક્લાની માતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી પુષ્પા જોશીનું ગયા મંગળવારે નિધન થયું
મુંબઈ: વર્ષ 2018માં રિલીઝ થયેલ અજય દેવગણની ફિલ્મ ‘રેડ’માં સૌરભ શુક્લાની માતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી પુષ્પા જોશીનું ગયા મંગળવારે નિધન થયું હતું. તેઓ 85 વર્ષના હતાં. પુષ્પ જોશી હાલમાં જ એક જાહેરાતમાં પણ જોવા મળ્યાં હતાં. જેમને ચાહકોએ બહુ જ પસંદ કર્યા હતાં અને તેમને ‘સ્વેગવાલી દાદી’નું પણ નામ આપવામાં આવ્યું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે, પુષ્પા જોશી છેલ્લા અઠવાડિયે પોતાના ઘરમાં પડી ગયા હતા જેને લઈને તમને ફ્રેક્ચર થયું હતું. જેને કારણે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતાં.
‘રેડ’ ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર ગુપ્તાએ ટ્વિટર પર આ દુ:ખદ સમાચારની જાણકારી આપી હતી. તેમણે પુષ્પા જોશી સાથેનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, પુષ્પા જોશીના નિધનથી હું બહુ જ દુ:ખી છું. મારા ડાયરેક્શન કેરિયરમાં ‘રેડ’ ફિલ્મમાં તેમને એક્ટિંગ કરતાં જોવા બહુ જ મહત્વનું હતું. તેઓ સેટ પર અને બહારની દુનિયામાં ખુશખુશાલ હતાં. અમે તમને બહુ જ મિસ કરીશું.Very sad to hear about the passing away of Pushpa Joshi ji. One of the highlights of my directing career was watching you perform in RAID. You were a live wire on and off the sets. Wherever you are you will be smiling and spreading happiness Dadi ji. We will miss you. RIP. pic.twitter.com/TMleLe1oJA
— Raj Kumar Gupta (@rajkumar_rkg) November 27, 2019
કાસ્ટિંગ ડાયરેક્ટર શિખા પ્રદીપે પણ પુષ્પા જોશીના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પુષ્પા જોશીએ 85 વર્ષની ઉંમરમાં રેડ ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ સિવાય તેઓ ફેવીક્વિક દાદીના રૂપમમાં પણ પ્રખ્યાત હતાં. 26 નવેમ્બરે તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું.Kabadiwali bani fixer dadi in a click jab usne apnayi ek awesome trick! #PhenkoNahiJodo #Fevikwik pic.twitter.com/PWW2qcmSxD
— Fevikwik (@Fevikwik_tweets) August 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement