શોધખોળ કરો
બોલિવૂડના જાણીતા અભિનેતાનું થયું નિધન, પદ્મ ભૂષણથી હતા સન્માનીત
ગિરીશ કર્નાડને 1974માં પદ્મશ્રી અને વર્ષ1992માં પદ્મ ભુષણથી સન્માનવામાં આવ્યા હતાં.

નવી દિલ્હીઃ જાણીતા અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બીમારી બાદ સોમવારે સવારે નિધન થયું છે. તે જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત હતા. અભિનેતા ઉપરાંત ગિરીશ કર્નાડ લેખક અને ડાયરેક્ટર પણ હતા. અહેવાલ અનુસાર ગિરીશ કર્નાડનું નિધન તેમના બેંગલુરુ સ્થિત ઘર પર થયું છે.
તેઓ નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ડિરેક્શન, નેશનલ ફિલ્મએ વોર્ડ ફોર બેસ્ટ સ્ક્રિન પ્લે, જનપથ એવોર્ડ, પદ્મ ભુષણ, પદ્મ શ્રી, ફિલ્મ ફેર એવોર્ડ અને સંગીત નાટક અકાદમી ફેલો એવોર્ડ જીતી ચુક્યા છે. ગિરીશે 18 જેટલા પુસ્તકો લખ્યા છે.
ગિરીશ કર્નાડે 12 જેટલી ફિલ્મોનું ડાયરેક્શન પણ કર્યું છે. જેમાંથી એક ફિલ્મ હિન્દી છે. રેખા અને શશી કપૂર સ્ટાર 'ઉત્સવ' ફિલ્મનું ડિરેક્શન ગિરીશ કર્નાડે કર્યુ છે.
ગિરીશ કર્નાડને 1974માં પદ્મશ્રી અને વર્ષ1992માં પદ્મ ભુષણથી સન્માનવામાં આવ્યા હતાં. તેઓ જામીતી ટીવી શો 'માલગુડી ડેઝ'માં સ્વામીના પિતાનું પાત્ર ભજવી ચુક્યા છે. તેઓ એક જાણિતા લેખક છે. બીમારીને કારણે લાંબા સમયથી તેઓ પથારીવશ હતાં.Girish Karnad, veteran actor and playwright, and Jnanpith awardee, passed away this morning. More details awaited pic.twitter.com/YiQT8kCEqD
— ANI (@ANI) June 10, 2019
તેઓ નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ડિરેક્શન, નેશનલ ફિલ્મએ વોર્ડ ફોર બેસ્ટ સ્ક્રિન પ્લે, જનપથ એવોર્ડ, પદ્મ ભુષણ, પદ્મ શ્રી, ફિલ્મ ફેર એવોર્ડ અને સંગીત નાટક અકાદમી ફેલો એવોર્ડ જીતી ચુક્યા છે. ગિરીશે 18 જેટલા પુસ્તકો લખ્યા છે.
ગિરીશ કર્નાડે 12 જેટલી ફિલ્મોનું ડાયરેક્શન પણ કર્યું છે. જેમાંથી એક ફિલ્મ હિન્દી છે. રેખા અને શશી કપૂર સ્ટાર 'ઉત્સવ' ફિલ્મનું ડિરેક્શન ગિરીશ કર્નાડે કર્યુ છે. વધુ વાંચો





















